તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:એલ્યુમીનીયમ પાવડરના અંચળા હેઠળ કાળા મરી અને સિગારેટ્સની મુન્દ્રા બંદરે મોટાપાયે દાણચોરી

ગાંધીધામ8 મહિનો પહેલાલેખક: સંદીપ દવે
  • કૉપી લિંક
  • દિલ્હીના ઈમ્પોર્ટર પર DRIની તપાસમાં કરોડોની દાણચોરી બહાર આવવાની વકી
  • લોકડાઉનમાં આવા ઘણા કન્સાઈમેન્ટ ઘુસ્યાનો શક, દેશમાં વિવિધ સ્થળે તપાસ

કોરોનાકાળમાં બદલાયેલા આર્થિક સમીકરણો પર વોચ ગોઠવીને બેઠેલી ભારતની ઈડી, ડીઆરઆઈ સહિતની રેવન્યુ ઈન્ટેલીજન્સે દેશભરમાં વિભિન્ન રીતે ચાલી રહેલા સ્મગલીંગના કારોબાર પર એક સાથે સિંકજો કસ્યો છે. દિલ્હીના આયાતકાર દ્વારા મુંદ્રા પોર્ટ અને અન્ય બંદરો, આઈસીડી થકી ઈમ્પોર્ટ કરેલા કન્સાઈમેન્ટોમાં કાળા મરી સહિતની મીસ ડિક્લેર વસ્તુઓ પણ હોવાની બાતમીના આધારે કરાયેલી તપાસમાં મુંદ્રા પોર્ટ પર બે કન્ટેનરમાંથી કાળા મરી સાથે સિગારેટ્સનો જથ્થો પણ મળી આવ્યો હતો. જેને મળીને કરોડોની દાણચોરી આ પ્રકરણમાં કરાઈ હોવાની સંભાવના છે, તપાસનો દોર ચાલુ હોવાથી નીશ્ચીંત આંકડો પાડવાથી તપાસનીસ એજન્સીઓ બચી રહી છે. પરંતુ તે સર્ચના અંતે ઘણો મોટો બનીને સામે આવશે તેવું અત્યારથી પ્રતિત થઈ રહ્યું છે.

વીયેતનામ અને સિંગાપોરથી મુંદ્રા પોર્ટ પહોંચી આવેલા કેટલાક કાર્ગોમાં સંદિગ્ધ કે કાગળોમાં વણઉલ્લેખીત સામગ્રી હોવાની બાતમીના આધારે રાષ્ટ્રીય સ્તરની રેવન્યુ ઈન્ટેલીજન્સ શાખા દ્વારા કન્ટેનર રોકાવીને તપાસ કરાઈ હતી. જેમાં એલ્યુમીનીયમ પાવડર હોવાનું ડિક્લેર કરાયું હતું, પરંતુ તે જથ્થાની આડમાં ફીઝીકલ ઈન્કાવાયરી કરતા લાખોની કિંમતની સિગારેટ્સનો જથ્થો અને કાળા મરીનો જથ્થો પણ ઝડપાયો હતો. આ કાર્ગોનો આયાતકાર દિલ્હી બેઝડ પાર્ટી હોવાનું અને આ માટે સ્થાનિક સીએચએની પણ પુછપરછ કરાઈ રહ્યાનું સુત્રોએ જણાવ્યું હતું. આ દાણચોરી ષડયંત્રના તાર મુંબઈ, કોલકતા અને વાયા નેપાલ, શ્રીલંકાથી જથ્થો આવતો હોવાથી આંતરરાષ્ટ્રીય સ્તરેની બાબત બનતા દેશની ઉચ્ચસ્તરીય તપાસનીસ એજન્સીઓ પણ આ ઓપરેશનમાં જુકાવે તેવી સંભાવના પણ સેવાઈ રહી છે.

દાણચોરી કેમ? ભારતમાં કાળા મરી 360 રૂપિયે કિલો, વીયેટનામમાં 200ના
આમતો મસાલાઓ માટે સમગ્ર વિશ્વમાં ભારત જાણીતું છે અને તેનો પ્રભાવ વૈશ્વિક મહત્વપુર્ણ ઘટનાઓ પર પડ્યો છે, પરંતુ તેમાંના એક કાળા મરી ગત થોડા વર્ષોથી કસ્ટમ માટે માથાના દુખાવા સમાન બન્યુ છે. છેલ્લા પાંચ વર્ષેમાં વીએતનામે લાવેલા મુળભુત પરિવર્તનોના કારણે એકાએક તે કાળા મરીનું વિશ્વમાં સૌથી મોટુ એક્સપોર્ટર બની ગયું છે. જેની વળતી અસર ભારતના માર્કેટમાં પણ પડી રહી છે. ભારતમાં હાલમાં 360 રુપીયા કિલોની આસપાસ મળતા કાળા મરી વિયેતનામમાં 200 રુપીયે કિલો મળે છે. જેથી તેને ઈમ્પોર્ટ કરીને રાતોરાત કરોડપતિ થઈ જવાની આયાતકારોની તાલાવેલી પર સરકારે 78% ડ્યૂટી લગાવીને અંકુશ મુકી દીધો છે. પરંતુ મીસ ડિક્લેરેશન થકી દાણચોરી સતત કરાતી હોવાની ઘટનાઓ ગત ત્રણ વર્ષોમાં પ્રખર રુપે સામે આવી છે. લોકડાઉન બાદ ભારતમાં શ્રમિકોને વધુ ચુકવણુ કરવું પડ્યું હતું, જેથી કાળા મરીના પ્રોડ્ક્શનમાં ભાવ ફરી ઉછાળા પર છે ત્યારે કાળા મરીની કોઇ પણ રીતે દાણચોરી કરીને રાતોરાત કરોડપતી બનવા માંગતા તત્વોએ દાણચોરીનો રસ્તો અખત્યાર કર્યો છે. જેના પર હાલ તો ડીઆરઆઈએ સ્પીડબ્રેક મારી દીધી છે.

નિયમો અને માર્ગદર્શીકા મુજબ કામગીરીઃ મુંદ્રા કસ્ટમ
મુંદ્રા પોર્ટમાં થોડા દિવસ અગાઉ થયેલી આ કાર્યવાહી અંગે મુંદ્રા કસ્ટમના સુત્રોએ હામી ભરી હતી. તો મુંદ્રા કસ્ટમની કામગીરી અંગે ઉઠતા સવાલ પર પ્રતિક્રિયા આપતા અધિકારીએ નિયમો અને માર્ગદર્શિકા અનુસાર સંપૂર્ણ પાલન સાથે કામગીરી કરવામા આવતી હોવાનો દાવો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...