તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચર્ચાનો વિષય:કંડલા કોલસા તસ્કરી મામલે મોટી ગેંગ સક્રિય હોવાની શક્યતા

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આડેસરથી પોલીસે ઝડપેલી ટ્રક અગાઉ ફેરા મારી ચુકી હતી?
  • આરોપી ટ્રકમાં 5 ફાસ્ટટેગનો ઉપયોગ કરતો હોવાની વાત બહાર આવી

ગાંધીધામમાં કોલસાની હેરાફેરીમાં આખો જથ્થો ચોરી કરી જવાના કિસ્સામાં આરોપી ટ્રકનેતો પોલીસે ઝડપી પાડ્યો પરંતુ આ પ્રકરણમાં કોલસા ચોરી કરતી આખી ગેંગ સક્રિય હોવાની બાબત પ્રકાશમાં આવી હોવાનું સબંધીત વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

થોડા મહિના અગાઉ ડીપીટી, કંડલાથી કોલસો ભરેલી ત્રણ ટ્રક નિકળ્યા બાદ તેના માલને સગેવગે કરાયા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે ચડી હતી. લાખોની કિંમતના આ જથ્થા અંગે જે તે સમયે પોલીસે જોઇએ તેવી સક્રિયતા ના દાખવી હોવાની રાવ ઉઠવા પામ્યા બાદ ફરિયાદીઓના પ્રયાસથી તેને આડેસરથી ઝડપાઈ હોવાનો દાવો પણ કરાયો હતો. તો આરોપી ટ્રકમાં કાયદાના રખેવાળોને ગેરમાર્ગે દોરવા 5 ફાસ્ટટેગનો ઉપયોગ કરાયાનું પણ સામે આવવા પામ્યુ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. કંડલામાંથી ચાલતા દરેક કોલસાના ટ્રકો પર સંગઠનનું નિયંત્રણ હોવા છતાં થતા આ પ્રકારના તસ્કરીના પ્રકરણો પર રોક કેમ નથી આવી શકાતી તે પ્રશ્ને અલગ વમળ સર્જયા છે.

તમામ કોલસા પ્રશ્ને સમાધાન કરાવવા આવતો ‘મહેન્દ્ર’ કોણ?
કોલસા સહિતના પ્રશ્નોએ વારંવાર ઉભા થતા પ્રશ્નો અંગે બન્ને પક્ષોએ સમાધાન માટે આગળ આવતા મહેંદ્ર નામક શખ્સે પણ પ્રશ્નો જન્માવ્યા છે. વિવિધ પીડીત વર્ગોનું કહેવું છે કે પ્રશ્ન જન્મવા સાથે સમાધાન માટે ઉમટી આવતા આ શખ્સો પોતે કઈ રીતે બાબતો સાથે સંકળાયેલા છે તે પોતે શંકાની પરીઘીમાં છે.

અન્ય સમાચારો પણ છે...