તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:મુખ્ય માર્ગોમાં વાહનો વચ્ચે નાની ટક્કર બાદ રોજ થતી મોટી બબાલ

ગાંધીધામ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આડેધડ પાર્કિંગ, ટ્રાફિક સેન્સનો અભાવ અને ટ્રાફિક પોલીસની નીષ્ક્રિયતા જવાબદાર
  • શહેરના ભરચક વિસ્તારોમાં ટ્રાફિક નિયમન માટે કોઇ હોતુંજ ના હોવાની રાવ

ગાંધીધામમાં ટ્રાફિક અને પાર્કિંગ સેન્સને લઈને લાંબા સમયથી ચર્ચા ચાલતી રહી છે. જેના કારણેજ અવાર નવાર નાના મોટા અકસ્માતો અને ટક્કર થતી રહે છે, જેના પરીણામ સ્વરુપ ટ્રાફિક અવરોધાય છે અને નાના ઝઘડાઓ મોટા વિવાદો તરફ પણ ખેંચાય છે. ચીંતાનો વિષય તે પણ છે કે આવી પરિસ્થિતિ ધ્યાને આવ્યા છતાં પણ કાયદાના રખેવાળો તે અંગે આંખ આડા કાન કરતા નજરે ચડે છે. આવીજ એક ઘટના ગત રોજ પણ બનવા પામી હતી.

શહેરના મુખ્ય બજારમાં પીક અવર્સ સમયે વાહનોનો ભારે ધસારો રહે છે અને પાર્કિંગ માટે પણ જગ્યા મળવી મુશ્કેલ થઈ જાય છે ત્યારે વાહનો વચ્ચે ટક્કર થવી કે આડેધડ પાર્કિંગના કારણે અન્ય વાહન કાઢી ના શકવાના કારણે વાદ વિવાદ થતા રોજ નજરે ચડે છે.

શુક્રવારના બપોરે શિકારપુર પાસે આવીજ રીતે આગળ જતી કાર અને પાછળ રહેલી કાર વચ્ચે ટક્કર થઈ ગયા બાદ બન્ને પક્ષે બોલાચાલી થઈ હતી. કલાક સુધી ચાલેલા આ પ્રકરણ દરમ્યાન સામેજ કાયદાના રખેવાળોની કાર પણ ઉભેલી જોઇ શકાતી હતી, પરંતું તેમણે ઝગડો થતો જોઇ સ્થળ પરથી નિકળી જવાનો નિર્ણય કર્યો હોય તેમ ચાલ્યા ગયા હતા. આવી ઘટનાઓ રોજ બરોજ બની રહી છે.

ગાંધી માર્કેટ જેવા વિસ્તારમાં મોટા વાહનો અટકાતા સર્જાય છે સમસ્યા
શહેર મધ્યે પુર્વ એ ડિવિઝન પોલીસ મથક કે જે હવે સ્ટેટ આઈબી અને ચાવલા ચોક ચોકી બની ગઈ છે, તે રોડ પર બંન્ને તરફ ફુટપાથ થી લગોલગ પાર્કિંગ છે ત્યારે રોડ પર વાહનોની પાર્કિંગ આવી જતા, સ્પેસ રહેતી નથી અને એકજ લેન કે તેથી પણ ઓછી જગ્યા રહેતા સ્ટાફ બસો કે ભારે વાહન રોજ કોઇને કોઇ અહી અટકાતા હોવાથી રોજીંદી સમસ્યા માથાનો દુખવો બન્યો છે. આ જગ્યાએ પોલીસનો પોઈન્ટ જરૂર રખાયો છે, પણ તૈનાત પોલીસ કર્મી માત્ર મુક પ્રેક્ષક બનતા હોવાથી અનેક વખત નાના મોટા ઝગડા પણ રોજીંદા બની રહ્યા છે.

સર્કલમાં ટ્રાફિક પોઇન્ટ ક્યારે બનશે?
શહેરના હાર્દ સમાન બેકિંગ સર્કલ કે જ્યાં બેંકો તેમજ અનેક ઓફિસો આવેલી છે. તે જગ્યાએ પણ આડેધડ પાર્કિંગ તેમજ ટ્રાફિક સેન્સના અભાવે માથાના દુખાવા સમાન સમસ્યાનો સામનો વર્ષોથી આ વિસ્તારમાં અવર જવર કરતા લોકો ભોગવી રહ્યા છે. અવાર નવારની માંગ છતાં નામ પુરતો પણ પોલીસ કર્મી અહિ જોવા નથી મળતો. ત્યારે બેંકિંગ સર્કલમાં ટ્રાફિક પોઈન્ટ બને તે આવશ્યક બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...