વરણી:લાડી લોહાણા સિંધી પંચાયતના કાર્યકારી અધ્યક્ષની વરણી કરાઇ

ગાંધીધામ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામમાં સમાજની એકતાને બિરદાવવામાં આવી
  • મહિલા મંડળ અને યુવતી મંડળની કાર્યકારી રચના પણ ટુંક સમયમાં કરવાની જાહેરાત

લાડી લોહાણા સિંધી પંચાયત આદિપુરની સામાન્ય સભાની મીટિંગ તાજેતરમાં મળી હતી. જેમાં સમાજના ઉત્તર ગુજરાત પ્રાંતના અધ્યક્ષ હિરાભાઇ ક્રિષ્નાની, ઉપાધ્યક્ષ ભગવાનભાઇ ઠક્કર, લક્ષ્મણદાસ ચતવાણી, મંગાભાઇ ખેમાણી વિશેષ હાજર રહ્યા હતા. બેઠકમાં સમાજ પ્રગતિ કરતો રહે એકતા પર ભાર મુકવામાં આવ્યો હતો. જેમાં હોદ્દેદારોની વરણી પણ કરવામાં આવી હતી.

દીપપ્રાગટ્ય બાદ બ્રહ્માકુમારી સંગીતા દીદીએ આર્શિવચન આપી સમાજની એકતાને બિરદાવી હતી. જ્યારે પાલિકાના પ્રમુખ ઇશિતા ટિલવાણીએ સમાજ પ્રગતિ કરતો રહે તે માટે શક્ય તમામસહકાર આપવા ખાતરી આપી હતી. પંચાયત અને અન્ય ટ્રસ્ટના હિસાબો, હોદ્દેદારો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. સમાજની વર્ષો સુધી સેવા કરતા લક્ષ્મણદાસનું વિશેષ સન્માન કરાયું હતું. સમાજના ઉત્તર ગુજરાત પ્રાંતના નવયુવક મંડળના કાર્યકારી અધ્યક્ષ તરીકે વિનોદ ખુબચંદાણીને જાહેર કરાયા હતા. ત્યાર બાદ નવી ટર્મ માટે શહેર પંચાયતના હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી હતી.

જેમાં ઉપપ્રમુખ રીઝુમલ ચાંદવાણી, જીતેન્દ્રભાઇ ચતવાણી, ઉપપ્રમુખ લક્ષ્મણદાસ લાલચંદાણી, ગોરધન કોટક, જોઇન્ટ સેક્રેટરી અશોકભાઇ, ખજાનચી શ્યામભાઇ ચતવાણી અને ઓડિટરમાં હરેશભાઇ કલવાણીનો સમાવેશ થાય છે. આદિપુર એકમની પણ રચના કરઇ હતી.જે માં પ્રમુખ દિનેશ તનવાણી, અન્ય હોદ્દેદારોમા દિલીપભાઇ લાલવાણી, ચિરાગભાઇ લાલવાણી, નિર્મલભાઇ નાથાણી, દર્શનભાઇ મુલચંદાણીનો સમાવેશ થાય છે. મહિલા મંડળ અને યુવતી મંડળની કાર્યકારી રચના કરીટુંક સમયમાં સ્થાયી રચના કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...