તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માગણી:પ્રમાણિત નકલ, ઇન્ડેક્ષ-2 મેળવવા વ્યવસ્થાનો અભાવ

ગાંધીધામ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સબ રજિસ્ટ્રાર કચેરી શરૂ, કઠણાઇ ચાલુ

રાજ્યમાં રેડઝોન અને કન્ટેનમેન્ટ એરીયા વિસ્તાર સિવાયની સબ રજીસ્ટ્રાર કચેરીઓ ગઇ કાલથી શરૂ કરી દેવામાં આવી છે. ગાંધીધામ સહિતની આ કચેરીઓ શરૂ થઇ તેમાં સંકુલમાં જોવામાં આવે તો આજે બીજા દિવસે 20 નોંધણી થતાં બે દિવસમાં 32 દસ્તાવેજની નોંધણી થઇ ચુકી છે. દસ્તાવેજ રજીસ્ટ્રેશન સિવાય પ્રમાણિત નકલ, ઇન્ડેક્ષ-2 માટે હાલ કોઇ વ્યવસ્થા ગોઠવવામાં ન આવતાં આ બાબતે મુખ્યમંત્રી વગેરેનું ધ્યાન દોરીને એડવોકેટ દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવા માગણી પણ કરવામાં આવી છે.  ધારાશાસ્ત્રી વી.પી. આલવાણીએ મુખ્યમંત્રી વગેરેને પત્ર પાઠવી જણાવ્યું છે કે, સબ રજીસ્ટારની કચેરી શરૂ કરી તે સરાહનીય છે પરંતુ દસ્તાવેજનું રજીસ્ટ્રેશન સિવાય પ્રમાણીત નકલ, ઇન્ડેક્ષ-2 મેળવવા માટે વ્યવસ્થા કરાઇ નથી કે પરવાનગી અપાઇ નથી. ટાઇટલ ક્લિયરન્સ સર્ટીફિકેટ માટે બોજા પત્રકની સાથે દસ્તાવેજની પ્રમાણિત નકલ પણ આપવી પડે છે. તેના સિવાય બ ેંકના પેનલ ઓડવેક્ટ ટાઇટલ ક્લિયરન્સ સર્ટીફિકેટ આપી શકતા નથી. આવી જ રીતે બેંક દ્વારા લોન મંજુરી આપવામાં આવ્યા બાદ મોર્ગેજ ડીડનું રજીસ્ટ્રેશન પછી બેંક તરફથી ઇન્ડેક્ષ-2ની માગણી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો