તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્માણ કાર્ય ઠપ્પ:લિક્વિડ ઓક્સિજનના અભાવે ઓક્સિજન સિલિન્ડરનું મેન્યૂફેક્ચરિંગનું કામ અટક્યુ!

ગાંધીધામ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • ઓક્સિજન સંલગ્ન ઉદ્યોગોને સપ્લાયની છુટ હોવા છતાં સ્થાનિક વહિવટે બાજી બગાડી
 • ભરુચ અને બરોડાથી સપ્લાય થતો રો મટીરીયલ બંધ થતા બાધા, સરકારમાં સંકલનનો અભાવ

એક તરફ જ્યાં ઓક્સિજન માટે ચોતરફ અફરા તફરી મચેલી છે અને તેની માંગ ઘણી વધારે છે, તો બીજી તરફ નવા ઓક્સિજન સીલીન્ડરનું નિર્માણ કાર્ય સરકાર અને વહિવટના આંતરીક સંકલનના અભાવે સંપુર્ણ ઠપ્પ થઈ ગયું છે. જે સરકાર અને વ્યવસ્થાઓ કેટલી સજ્જ છે અને કઈ રીતે આ સ્થિતીઓમાં ખોટા નિર્ણયો લઈ ચાલતી સીસ્ટમ માટે પણ બાધારુપ બની રહી છે તે સ્પષ્ટ થાય છે. આ અંગે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાએ સોશિયલ મીડીયામાં પોસ્ટ પણ કરી હતી, તેમણે લખ્યું હતું કે ગાંધીધામમાં 24 કલાક ઓક્સિજન સીલીન્ડરનું નિર્માણ થઈ રહ્યું હતું, જે હવે ઓધોગિક ઓક્સિજન ના મળતા બંધ થઈ ગયું છે, જેને તાત્કાલીક ધોરણે રીસ્ટોર કરવું જોઇએ.

કંડલા સ્પે. ઈકોનોમિક ઝોનમાં સ્થિત રામા સીલીન્ડર અને ઈવરેસ્ટ કાંટામાં ગત એક મહિનાથી દિવસ રાત ઓક્સિજન સીલીન્ડર બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. સીલીન્ડરના નિર્માણ માટે ઉચ્ચ કક્ષાની હીટ પેદા કરવા લીક્વીડ ઓક્સિજનની જરૂરીયાત રહે છે. પણ વર્તમાન સંજોગોમાં સરકારે પ્રથમ પરિપત્ર બહાર પાડીને તમામ કોમર્શીયલ ઓક્સિજન સપ્લાય બંધ કરી નાખતા મેડીકલ ઉપયોગમાંજ આવતા સીલીન્ડરનુમ નિર્માણા કાર્ય પણ બંધ થઈ ગયું છે. આ અંગે ધ્યાન જતા ફરી 27 એપ્રીલના ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યોના સેક્રેટરીઓને પત્ર પાઠવીને ઓક્સિજન સીલીન્ડર મેડિકલ ઉપયોગ માટે આવતા હોવાથી તેના મેનુફેક્ચરીંગને ના રોકી તેની સપ્લાય ચાલુ રાખવા જણાવ્યું હતું.

કાસેઝમાં તેનો સપ્લાય જગધીયા અને બરોડાથી થાય છે, જ્યાં નવી નોટિફિકેશન બાદ પણ લોકલ ઓથોરીટીએ તે સપ્લાય અહિ ના આવવા દઈને સ્થાનિક સ્તરે વિતરીત કરવાનો આદેશ આપતા અહિ કામ બંધ થઈ ગયું છે. આવી પરિસ્થિતીમાં જ્યારે તેમની ક્ષમતાનો મહતમ ઉપયોગ કરવો જોઇએ ત્યારે કામ ઠપ્પ થઈ ગયું છે. સુત્રોએ જણાવ્યું હતું કે બન્ને કંપનીઓમાંથી ગત એક મહિનામાંજ 60 હજાર જેટલા સીલીન્ડરનું નિર્માણ થયું હતું. પણ જેનો સ્થાનિક સહિત તમામ ક્ષેત્રમાં લાભ મળ્યો હતો.

પ્રોડક્શન બંધ છે, ઈમ્પોર્ટ કરવાના પણ થઈ રહ્યા છે પ્રયાસઃ ડેવલોપમેન્ટ કમિશનર
કાસેઝના ઝોનલ ડેવલોપમેન્ટ કમિશનર ડો. અમીયા ચંદ્રાએ જણાવ્યું હતું કે કાસેઝમાં સ્થિત બે યુનીટમાં ઓક્સિજન સીલીન્ડરનું પ્રોડક્શન થાય છે, જે બંન્નેનું કામ લીક્વીડ ઓક્સિજન ના મળતા ઠપ્પ છે. હાલની સ્થિતીને ધ્યાનમાં રાખી તેનું પ્રોડક્શન વધે તો વધુ લોકોને કામ આવી શકે. અમે આ જથ્થો અન્ય દેશો કે અન્ય સોર્સથી ઈમ્પોર્ટ કરી શકાય તેવા પ્રયાસો પણ કરી રહ્યા છીએ.
ગયા મહિને અમે 40 હજાર બનાવ્યા, પણ હવે કામ ઠપ્પ છેઃ સિલિન્ડર પ્લાન્ટ હેડ
કાસેઝમાં ઓક્સિજન સીલીન્ડરનું નિર્માણ કરતી એવરેસ્ટ કાંટોના પ્લાંટ હેડ ઉતમ કુમારે જણાવ્યું હતું કે ગયા એક મહિનામાં અમે 40 હજાર જેટલા ઓક્સિજન સીલીન્ડરનું તાબડતોડ નિર્માણ કર્યું હતું. હાલની સતત બગડતી પરિસ્થિતીઓમાં ઓક્સિજન સીલીન્ડર કેટલી મોટી આવશ્યકતા છે તે સમજી શકાય છે. અમે પણ તેનું જલદી નિર્માણ કરીને લોકોને સહયોગ આપવા માંગીયે છીએ, પણ તેનું મેનુફેક્ચરી માટે આવશ્યક રો મટીયરમાં પણ તેની જરુર રહે છે, જે ના મળતું હોવાથી કામ સંપુર્ણ ઠપ્પ છે. અમારી પાસે પહેલાથી મોટા ઓર્ડર પડેલા છે, હવે તેને પણ કેમ પુરા કરવા તે સમજાતું નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો