કામગીરી:50 ઇમારતોમાં ફાયર સેફ્ટિનો અભાવ, હોસ્પિટલો, હોટલોમાં તો અગ્નિશમન મુદ્દે અપાઇ રહી છે નોટિસ

ગાંધીધામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
  • નગરપાલિકા પાસે માત્ર નોટિસ જ એક હથિયાર, સર્વેની ચાલી રહી છે કામગીરી

ગાંધીધામ નગરપાલિકા પાસે ફાયર સેફ્ટિના મુદ્દે માત્ર સંબંધિત લોકોને નોટિસ આપવાની જ સત્તા છે જ્યારે એનઓસી આપવાની કામગીરી રિઝ્યુનલ ફાયર ઓફિસર કચેરી પાસે રહેલી છે. હાલ સર્વે કરીને પાલિકા દ્વારા જુદી જુદી કક્ષાએ નોટિસ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. શોપિંગ મોલ, ઇમારતોમાં અપાઇ રહેલી નોટિસમાં પાલિકા પાસે પુરતો પાવર ન હોવાથી તેને કેટલાક સંજોગોમાં પગલા ભરી શકાતા ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે. અગાઉ 44 હોસ્પિટલોના સર્વેમાં 28માં જ ફાયર સેફ્ટિની સુવિધા હોવાના ખુલાસા થયા હતા.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સરકાર દ્વારા જુદા જુદા સમયે નિયમની અમલવારી થાય તે માટે સૂચનાઓ મોકલવામાં આવે છે. ગાંધીધામમાં ફાયર સેફ્ટિના મુદ્દે હોસ્પિટલો પાસે કેવી સિસ્ટમ છે તે જાણવા માટે પણ માહિતી માંગવામાં આવી હતી. જ્યારે ખુલાસો થયો હતો કે, 44માંથી 28 હોસ્પિટલોમાં જ ફાયર સિસ્ટમ કાર્યરત છે. 16 હોસ્પિટલમાં ફાયર સિસ્ટમ ન હતી અને 13 હોસ્પિટલો પાસે જ એનઓસી હતી. આ ખુલાસા પછી સંકલન અને કડકાઇથી અમલવારી થાય તે માટે પગલા ભરવા જોઇએ તે અંગે કચાસ જોવા મળી રહી છે.

જ્યારે પાલિકા દ્વારા ઇમારતો, મોલ વગેરેમાં ચકાસણી કરીને સર્વેની કામગીરી કરાઇ છે તેમાં 50થી વધુમાં ફાયર સેફ્ટિ ન હોવાનું જણાયું છે. ઉલ્લેખનીય છે કે, હાઇકોર્ટ દ્વારા તાજેતરમાં પણ અમદાવાદ કોર્પોરેશનને હુકમ કરીને ફાયર સેફ્ટિની અેનઓસી ફરજીયાત કરીને જે તે હોસ્પિટલમાં એનઓસી ન હોય તો દર્દીની ભરતી ન કરવાની મનાઇ કરાઇ હોવાના સંકેત પણ મળી રહ્યા છે.

પાલિકાને પગલા ભરવાની સત્તાનો અભાવ
નગરપાલિકા દ્વારા અગાઉ જર્જરિત થઇ ગયેલી ઇમારતો લોકોના જાનમાલ માટે જોખમરૂપ હોવાથી ઉતારી લેવા પગલા ભરવામાં આવ્યા હતા. જેમાં ચારથી વધુ ઇમારતો જર્જરિત હોવાથી તેને હટાવવાની કામગીરી શરૂ કરાઇ હતી. બીજી બાજુ પડું પડું થતી એક ઇમારતને હટાવવા માટે નાગરીકોએ માગણી કરી છે અને રજૂઆતો કર્યા છતાં ઉકેલ આવ્યો નથી. ગમે ત્યારે ગંભીર દુર્ઘટના થઇ શકે તેવી દહેશત પણ નાગરીકો વ્યક્ત કરી રહ્યા છે. કેટલાક સંજોગોમાં પાલિકા પાસે બાંધકામ તોડવા માટે મંજુરીની સત્તા છે, પણ તેમાં પણ જીડીએને લઇને યોગ્ય પગલા ભરી શકાતા નથી.

અન્ય સમાચારો પણ છે...