પોઝિટિવ મન્ડે:હવે અડધાથી ઓછા દરે લેબ. ટેસ્ટ શક્ય

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામમાં ભારત વિકાસ પરિષદ, અગ્રવાલ સમાજ દ્વારા સમર્પણ લેબોરેટરીનો આરંભ
  • 30 રૂા.માં બ્લડગ્રુપ, 120માં સીબીસી, 100માં ક્રિએટીનીન સહિત 33 ટેસ્ટ ન નફો કે ન નુકસાનના ધોરણે સેવા અર્થે કરાશે

ભારત વિકાસ પરિષદ ગાંધીધામ તથા અગ્રવાલ સમાજ ગાંધીધામ દ્વારા 17 એપ્રિલના રવિવારે શહેર મધ્યે એમ.પી. પટેલ કન્યા વિધાયલની સામે અદ્યતન પેથોલોજી લેબોરેટરીની શરૂઆત કરાઈ હતી. આ લેબોરેટરીમાં ન નફા ન નુકશાનના ધોરણે રાહત દરે 33થી વધુ ટેસ્ટ કરી આપવામાં આવશે, લેબોરેટરી ટેસ્ટના ખર્ચામાંજ ઉતરી જતા લોકો માટે આ રાહતના સમાચાર બન્યા છે.

ગાંધીધામના વોર્ડ 12બીમાં ડો. મોરખિયા હોસ્પિટલ પાછળ અને એમ. પી. પટેલ સ્કુલ સામે પ્લોટ નંબર 184 પર સેવાકીય સંસ્થાઓ દ્વારા સમર્પણ પેથોલીજી લેબોરેટરીનું ઉદઘાટન રવિવારે કરાયું હતું. આ લેબ. સવારે 8:00 થી રાત્રે 8:00 વાગ્યા સુધી કાર્યરત રહેશે. પ્રકલ્પના ઉદ્ઘાટન પ્રસંગે સહયોગી દાતા બાબુભાઈ હુંબલ, કિરણભાઈ આહિર, દિલીપભાઈ મજીઠીયા, જિતેન્દ્રજી જૈન, તેમજ અતિથિ વિશેષ રુપે અશોકભાઈ સિંઘવીને સ્મૃતિચિહ્ન અને શાલ અર્પણ કરી સન્માનિત કરાયા હતા.

આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જીલ્લા સંઘચાલક માવજીભાઈ સોરઠિયા, રાજીવ શર્મા, ધર્મેન્દ્ર પાલીવાલ, મૌલિક ત્રિવેદી અને ગજાનંદ શર્મા, મોહનભાઈ રામાણી, આઈએમએ પ્રમુખ ડૉ. બળવંત ગઢવી, ભારત વિકાસ પરિષદના પ્રમુખ સુરેશભાઈ ઠક્કર, મંત્રી ડૉ. હૃષીકેશ ઠક્કર, ડૉ. જાગૃતિબેન ઠક્કર, જખાભાઈ હુંબલ, ટ્રસ્ટીગણ, અગ્રવાલ સમાજના સંજયભાઈ ગર્ગ, સુભાષચંદ્ર ગોયલ, સમીરભાઈ ગર્ગ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ અદ્યતન પેથોલોજી લેબોરેટરીમાં ઉપલબ્ધ તમામ પરીક્ષણ અત્યંત રાહતદરે કરવામાં આવશે. આ પ્રકલ્પ ગાંધીધામ આદિપુરની જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થશે એવો વિશ્વાસ વ્યક્ત કરી બંને સંચાલક સંસ્થાઓના પ્રતિનિધિઓએ આ લેબોરેટરી સમાજને સમર્પિત કરી હતી.

આ તમામ ટેસ્ટ લેબોરેટરીમાં થશે, કોરોના કાળમાં સંસ્થાઓની નોંધપાત્ર કામગીરી
સમર્પણ લેબોરેટરીમાં સીબીસી, એમપી, ક્રિએટાઈન, આરબીએસ, સીઆરપી, ઈએસઆર, યુરીન આરમ, બ્લડગૃપ, એચઆઈવી, એચસીવી, યુરીક એસીડ, કેલ્સીયમ, યુપીટી, વાઈડલ, બી. યુરીયા, ડેંગ્યુ, ચીકન ગુનીયા, પ્રોટીન, હીમોગ્લોબીન સહિતના ટેસ્ટ હાલના માર્કેટ રેટ કરતા અડધાથી ઓછી કિંમતે કરી અપાશે. નોંધવુ રહ્યુ કે ભારત વિકાસ પરિષદ અને અગ્રવાલ સમાજ દ્વારા કોરોના કાળ જ્યારે તેના પીક સમયમાં હતો ત્યારે લોકોની સેવા અર્થે સેન્ટર શરૂ કરવાથી લઈને લોકોની મદદ કરવા સુધી વિવિધ કાર્યો કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...