તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરાત:કચ્છી કેસર કેરીને મુંબઇ પહોંચાડવા કચ્છ એક્સ. માં આજથી કાર્ગો માટે અલગ કોચ

ગાંધીધામ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવા LHB કોચ લાગતાં કાર્ગો વહન ક્ષમતા ઘટતા ઉભા થયો હતો પ્રશ્ન
  • 20 ટનનો અલગ કાર્ગો કોચ લાગતા ટ્રેનની કુલ ક્ષમતા 28 ટન જેટલી થઇ જશે

કચ્છથી મુંબઈ જતી ટ્રેનમાં કેરી કે અન્ય કોઇ પાર્સલ કાર્ગો મોકલવો હોય તો તે માટે રેલવે વ્યાજબી અને સુરક્ષીત સાધન ગણાય છે, પરંતુ હાલમાંજ મુંબઈની ટ્રેનમાં બદલાવાયેલા કોચના કારણે આવેલા પરિવર્તનથી કાર્ગો વહન ક્ષમતા અડધી થઈ જતા જગ્યા ના મળતી હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી. જેનું સમાધાન લાવવા આજથી કચ્છ એક્સપ્રેસમાં અલાયદો વિશેષ કોચ લગાવવાની જાહેરાત કરાઈ હતી.

રેલવેના સતાવાર સુત્રોએ જણાવ્યું હતું કે કચ્છ એક્સપ્રેસ, ભુજ બાંદ્રા ટ્રેનમાં કચ્છની કેરી સહિતના કાર્ગોને પુરતુ સ્થાન મળી રહે તે માટે બુધવારથી વધારાનો કાર્ગો માટેજ કોચ લગાવવામાં આવશે, જેની ક્ષમતા 20 ટન છે, જેને એક મહિના સુધી ચલાવાશે. નોંધવુ રહ્યું કે થોડા સમય પહેલાજ કચ્છ એક્સપ્રેસ અને સયાજી ટ્રેનમાં કોચ બદલાવીને અધતન એલએચબી કોચ નાખવામાં આવ્યા છે. તકનીકી રીતે નવા કોચમાં કરાયેલા પરિવર્તનથી અગાઉના કોચમાં રખાયેલી કાર્ગો માટેની 16 ટન વહન કરવાની ક્ષમતા ઘણીને માત્ર 8 ટન થઈ ગઈ હતી.

જેના કારણે બન્ને ટ્રેનમાં મળીને 16 ટનની કુલ લોડ ક્ષમતા હતી. તેમાંય દાદર નહિ, પરંતુ મહતમ બુકિંગ બાંદ્રા માટે હોવાથી તેની ખેંચ વધુ હતી અને કચ્છની કેરીઓને હાલ મુંબઈ મોકલવાનો સીલસીલો ચાલુ છે ત્યારે તેને પણ સ્થાન ના મળતુ હોવાની રાવ ઉભી થવા પામી હતી. જેને ધ્યાનમાં રાખીને કચ્છ એક્સ. માં અલાયદો આજથી લગાવાશે.

અન્ય સમાચારો પણ છે...