તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંભાવના:કચ્છ એકસ.-સયાજી નગરી ટ્રેનમાં નવા કોચથી 25 મિનિટ ઘટવાની શક્યતા

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વિરમગામ- સામખિયાળી ડબલીંગનું કામ પુરુ થાય તો 40-45 મિનિટનો ફર્ક પડે
  • LHB કોચ લાગતા મહતમ સ્પીડ 80થી વધી 130 કિમી થઈ શકે છે

મુંબઈ અને કચ્છ વચ્ચેના રેલ વ્યવહારને વધુ સમયનો બચાવ થાય તેવી પરિસ્થિતિઓ પેદા થઈ છે. અધતન એવા એલએચબી કોચ લાગતા ટ્રેનોની ગતી મર્યાદા અગાઉની સરખામણીએ વધી જાય છે, જેથી હાલમાં લાગતા સમયથી 20 થી 25 મિનિટનો ઘટાડો થાય તે સંભવ છે, જેનો થોડા મહિના બાદ આવનારા નવા ટાઈમટેબલમાં સમાવેશ કરાય તે માટેના પ્રયાસો હાથ ધરાયા છે.

કચ્છ પ્રવાસી સંઘના નિલેશ શ્યામ શાહે જણાવ્યું હતું કે કચ્છ એકસપ્રેસ તથા સયાજી નગરી એક્સપ્રેસમાં નવા LHB કોચ શરૂ થતા સંસ્થાના પ્રતિનિધિ મંડળે વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજર આલોક કંસલ, શૈલેન્દ્ર કુમાર, રાજકુમાર લાલ, ઉદયશંકર ઝા, જી.વી.એલ સત્યકુમારની મુલાકાત લઈને આભાર વ્યક્ત કર્યો હતો. આ ટ્રેનો દરરોજ મુંબઇ- કચ્છ વચ્ચે દોડે છે, જેની મહત્તમ સ્પીડ 80 કિ.મી.ની છે.

પરંતુ હવે LHB કોચ લાગવા થી ટ્રેન ની સ્પીડ 130 કિ.મી. સુધી કરી શકાય છે. હાલમાં નવા ટાઇમ ટેબલ બાબત કાર્ય ચાલી રહ્યું છે. જે 1લી ઓક્ટોબર 2021ના પ્રસિધ્ધ થશે. સંસ્થાની આ અંગેની રજુઆત પર રેલ્વે અધિકારીઓએ બાંહેધરી આપી હતી કે નવા ટાઇમ ટેબલ માં લગભગ 20 - 25 મિનિટનો પ્રવાસમાં ફરક આવશે.

​​​​​​​ભવિષ્યમાં વિરમગામ - સમખિયાળી વચ્ચે ડબલીંગનું કાર્ય પૂર્ણ થતાં બીજા 40 - 45 મિનિટનો ફરક પડે તેમ હોવાનું તેમજ સંસ્થા દ્વારા વખતોવખત રેલવે સમક્ષ નવા વિચારો રજુને કાર્ય સંપન્ન કરાવવા પ્રયાસો કરાતા હોવાનું તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...