તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રયાસોનું પરિણામ:સ્ટેટ મેન્સ ટીટી સ્પર્ધામાં પહેલી વાર કચ્છ ફાઈનલમાં

ગાંધીધામ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ઈશાન હિંગોરાણીએ કચ્છને ફાઈનલમાં પહોંચાડ્યું
  • આદિપુર ખાતે યોજાઈ રહી છે સ્ટેટ અને ઈન્ટ્રર ડિસ્ટ્રિક્ટ ટીટી ચેમ્પિયનશિપ 2021

રાજ્ય સ્તરીય ચાલી રહેલી ટીટી સ્પર્ધામાં યજમાન કચ્છે ગુજરાત સ્ટેટ અને ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2021ની મેન્સ ટીમ ઇવેન્ટની ફાઇનલમાં પ્રવેશ કરી એવો ઇતિહાસ રચ્યો હતો. આ ટુર્નામેન્ટ અહીંના સ્વ. એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, આદીપુર ખાતે યોજાઈ રહ્યો છે. કચ્છની ટીમ માં ઇશાન હિંગોરાણીએ પોતાનો અનુભવ કામે લગાડીને કચ્છની ટીમને ટુર્નામેન્ટમાં પહેલી વાર ફાઇનલમાં પ્રવેશ અપાવ્યો હતો.

આ ચેમ્પિયનશિપ એસબીઆઈ, વિન વિન મેરિટાઇમ લિમિટેડ દ્વારા સહ પ્રાયોજિત અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન (કેડીટીટીએ)ના સહકારથી યોજાઈ રહી છે. સેમિફાઇનલમાં કચ્છે પોતાની આગેકૂચ જાળવી રાખીને રાજકોટના પ્રદર્શનનો અંત આણ્યો હતો. અગાઉ ગ્રૂપ તબક્કામાં રાજકોટની ટીમે ભાવનગરને હરાવી અપસેટ સર્જીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ઇશાને તેની ટીમ માટે વિજયનો પ્રારંભ કરાવતાં ચિંતન ઓઝાને હરાવ્યો હતો.

જોકે, મિહિર ગાંધીએ કચ્છને ફરીથી સરસાઈ અપાવતાં સિકંદર જામ સામે વિજય હાંસલ કર્યો હતો. જ્યારે ઇશાન હિંગોરાણીએ ટીમને ફાઇનલમાં પ્રવેશ અપાવતાં જયનિલ મહેતાને 11-6, 11-8, 11-9થી હરાવ્યો હતો. જે ટીમમાં રાજીવ સિંઘ, મિહિર ગાંધી, કોચ પ્રશાંત બુચ, ઇશાન હિંગોરાણી, ઉમંગ થાપા, સચિન પટેલનો સમાવેશ થાય છે.

પૂર્વ સેક્રેટરી અને આપણા પ્રયાસોનું પરિણામ
કેડીટીટીએ અને જીએસટીટીના પ્રમુખ આઈએએસ વિપુલ મિત્રાએ જણાવ્યું કે કચ્છ ખાતે ટેબલ ટેનિસ માટે યાદગાર બની રહેલા આ દિવસમાંયુવાન ટીમ દ્વારા આ અસામાન્ય પ્રદર્શન હતું. પહેલી વાર મેન્સ ટીમની ફાઇનલમાં પ્રવેશ્યા છે. આ પ્રદર્શન સદગત હરેશ સંગતાણીના અમૂલ્ય વારસાનું પરિણામ છે. આપણા ભૂતપૂર્વ સેક્રેટરીએ જિલ્લામાં આ રમતને લોકપ્રિય બનાવવામાં મહેનત કરી હતી. એ જોઇને આનંદ થાય છે કે આપણા તમામ પ્રયાસોનું ફળ મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...