આદિપુરના રાષ્ટ્રીય ટેબલ ટેનિસના ખેલાડીએ રાજસ્થાનની સોફ્ટવેર એન્જિનિયર સાથે લગ્ન યોજાયા હતા. સિંધી પરંપરા મુજબ યોજાયેલા લગ્નોત્સવમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરાયું હતું. આદિપુરના રાષ્ટ્રીય ટી.ટી.ખેલાડી અને ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (જીએસટીટીએ) ના સહમંત્રી કુશલ સંગતાણીએ તા. 30 મેના રવિવારે પરંપરાગત લગ્ન સમારોહમાં કોટા રાજસ્થાન સ્થિત સોફ્ટવેર ઈન્જિનીયર શિવાની લાલવાની સાથે વૈવાહિક ઇનીગની શરૂઆત કરી હતી.
કોરોના ગાઈડલાઈન્સને ધ્યાનમાં રાખીને ગાંધીધામ ખાતે સિંધી પરંપરા મુજબ લગ્ન સમારોહ યોજાયો હતો. જીએસટીટીએના પ્રમુખ વિપુલ મિત્રા, આઈએએસ, ચેરમેન મિલિન્દ તોરવાને, માનદ મંત્રી હરેશ સંગતાણી તેમજ જીએસટીટીએ અને કચ્છ ડીસ્ટ્રીકટ ટી.ટી. એસોસિએશનના બધા પદાધિકારીઓએ કુશલને શુભકામનાઓ પાઠવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.