તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વખાણ:કોવિડમાં ડીપીટીએ કરેલી કામગીરીથી કેપીકેએસ ખુશ

ગાંધીધામ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કર્મીઓના આશ્રિતોને વળતર અપાશે
  • શિપિંગ મંત્રી, ચેરમેનની કામગીરીના ભરપેટ વખાણ

દીન દયાળ પોર્ટ દ્વારા કોરોનાને લઇને જુદા જુદા પગલા ભરવામાં આવ્યા છે. શિપિંગ મંત્રી મનસુખ માંડવીયા, ચેરમેન એસ.કે. મેહતા વગેરેના માર્ગદર્શન હેઠળ પ્રશાસન દ્વારા લેવામાં આવી રહેલા પગલાથી કંડલા પોર્ટ કર્મચારી સંઘ ખુશ છે. સંઘ દ્વારા સંઘના જનરલ સેક્રેટરી મોહન આસવાણીએ જણાવ્યું હતું કે, દીન દયાળ પોર્ટે ગોપાલપુરીમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરી જેમાં સારવાર અને ખોરાક પણ આપવામાં આવે છે. તાજેતરમાં 20 હજાર લીટરની ક્ષમતા વાળા ઓક્સિજન યોજનાનું પણ ઉદ્દઘાટન કર્યું જે આવી હોસ્પિટલ સુવિધા આપતી ભારતના બંદરોમાં પહેલી બની છે.

ડીપીટીના કાર્યસ્થળ પર માસ્ક, સેનિટાઇઝર આપવામાં આવી રહ્યું છે. કર્મચારી અને મજુરોની સંભાળ લેવામાં આવી રહી છે. શિપિંગ મંત્રાલયની માર્ગદર્શીકા મુજબ કોવિડને કારણે મૃત્યુ પામેલ કર્મચારીના આશ્રિત સભ્યો, કાયદાકીય માણસોને 50 લાખનું વળતરના કેસને પણ સકારાત્મક રૂપે લીધે છે. ટુંક સમયમાં ચૂકવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...