તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:પ્રિ-મોન્સુનની કામગીરી કરવા ટકોર કરાઇ

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષે વરસાદી પાણી ભરાતા લોકો હાડમારી ભોગવવી પડી હતી

હવામાન વિભાગે વરસાદની અગાહી કરે ત્યાર બાદ મુહૂર્ત જોવાશે ? કોંગ્રેસનો આક્ષેપ
દેશમાં કોરોનાની બીજી લહેર વચ્ચે આ વર્ષે ચોમાસુ સારૂં તેમજ સમયસર રહેવાનો વરતારો હવામાન વિભાગે કર્યો છે. કચ્છમાં પ્રિ-મોનસુનની કામગીરી હજુ કાગળ પર જ દેખાઈ રહી છે. ગયા વર્ષની જેમ ચોમાસાની ઋતુમાં ઊંઘતા ઝડપાઈ ના જઈએ તે માટે આગોતરા આયોજન કરવામાં આવે તેવી માંગ કચ્છ જિલ્લા કોંગ્રેસના મંત્રીએ સરકાર તેમજ કચ્છ જિલ્લા પ્રશાસન સમક્ષ રજૂઆત કરીને કરી છે. કચ્છમાં આવેલ મોટા ભાગના જળાસ્યો, ચેક ડેમો, પુલિયાઓના અધૂરા મુકાયેલા કામો, માર્ગો પર પડેલાં ઠેર ઠેર મોટા મોટા ખાડાઓ તેમજ ઠેક ઠેકાણે આવેલા ડાયવર્ઝનના કારણે ચોમાસા દરમિયાન અકસ્માતો સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે ત્યારે આવા મહત્વના કામો બાબતે ત્વરિત બેઠકો કરી અધૂરા મુકાયેલા કામોને ઝડપથી પૂરા કરાવવાની ખાસ જરૂર છે.

ગાંધીધામ સંકુલમાં દર વર્ષે ચોમાસા દરમિયાન શહેરના આંતરિક માર્ગો પર અને ગટરોની નિયમિત સ્ફાઈ કાર્ય કરવામાં ન આવતા પાણી ભરાઈ જાય છે. છેલ્લા 25 વર્ષ થી એકધારી રીતે બીજેપી શાસન સાંભળી રહી છે તેમ છતા આ સમસ્યાઓનું સમાધાન લાવવામાં તંત્ર તદન નિષ્ફળ રહ્યું છે. થોડા દિવસો અગાઉ ગાંધીધામ સંકુલમાં બિન મોસમ એકથી દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો તેમાં પણ માર્ગો ઉપર પાણી ભરાઈ ગયા હતા ત્યારે વધુ વરસાદ પડશે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાશે તે તંત્રએ જોવું રહ્યું.

ગાંધીધામ પાલિકા શહેરની સફાઇ કરવા માટે દર મહિને લાખો રૂપિયા ખાનગી એજેન્સી ને ચૂકવે છે તો તો આ વરસાદી નાળામાં કચરો કયા થી આવે છે ? નગરપાલિકા દર વર્ષે પ્રી-મોનસુનની કામગીરીના નામે પ્રજા ના પૈસાનું ધુમાડો કરી મોટા પાયે ભ્રષ્ટાચાર આચરી રહ્યાંની રાવ અવાર નવાર સાંભળવા મળી રહી છે ત્યારે નગર પાલિકા દ્વારા જે કંઈ કામગીરી હાથ ધરે તેમાં થર્ડ પાર્ટી ઇન્સપેક્શન નીચે જ કામ કરે તેવી લોકોની લાગણી અને માંગણી છે તેવું ગોવિંદ દનીચાએ જણાવ્યુ હતું.

કરોડોના આંધણ પછી સ્થિતિ યથાવત
નગરપાલિકા દ્વારા અંદાજે 16 કરોડથી વધુ રકમનો ખર્ચ કરીને નાળાને અધ્યતન બનાવવાની દિશામાં પગલા ભરવામાં આવ્યા છે. વિવાદાસ્પદ બનેલા આ નાળાની ગુણવત્તાથી લઇને અનેકવિધ પ્રશ્નો ગત બોડી વખતે ઉભા થયા છતાં કોન્ટ્રાક્ટર પર કેટલાક પદાધિકારીના ચાર હાથ હોવાથી કોઇ પગલા ભરાયા ન હતા. હવે અંદાજે 25 લાખ રૂપિયા ખર્ચીને નાળાની સફાઇનું કામ પાલિકા કરનાર છે. પ્રજાના પૈસાનો વેડફાટ કર્યા પછી પણ ગત વખતે પાણીનો નિકાલ જે રીતે થવો જોઇએ તે ન થતાં મુખ્ય બજાર સહિતના સ્થળો પર પાણી ભરાતા લોકો અકળાયા હતા.

અન્ય સમાચારો પણ છે...