ક્રાઇમ:ચુંગીનાકા પાસે કોઇ હથીયારથી માથામાં મારી શ્રમિકની હત્યા

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુરુવારના રાતના કોઇ પણ સમયે અજાણ્યા ઈસમે ઢીમ ઢાળ્યું
  • શૌચાલય પાસેની​​​​​​​ ઘટના, અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ દાખલ

ગાંધીધામના ચુંગીનાકા પાસે આવેલા જાહેર શૌચાલય નજીકથી શુક્રવારના વહેલી સવારે મૃત હાલતમાં યુવાન મળી આવ્યો હતો. કોઇ અજાણ્યા ઈસમે તેને માથામાં હથીયાર વડે માર મારી મોતને ઘાટ ઉતાર્યો હોવાની ફરિયાદ દાખલ કરાઈ હતી.ગાંધીધામના રેલવે ફાટક, ચુંગીનાકા પાસે આવેલા જાહેર શૌચાલય પાસેથી ખોડીયાર નગરમાં રહેતા 22 વર્ષીય સંજય વાલજીભાઈ દેવીપુજકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેની માથાના ભાગે કોઇ હથીયાર વડે હુમલો કરાયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ સામે આવી રહ્યું છે.

એ ડિવિઝન પોલીસ મથકે મૃતક યુવાનના પિતા વાલજી નાનજી દેવીપુજકે અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે તા.16/12 ના રાત્રીના 8:30 થી શુક્રવારના સવાર સુધીના કોઇ પણ સમયે અજાણ્યા ઈસમે કોઇ કારણોસર તેમના પુત્ર સંજયને હથીયાર વડે ગંભીર ઈજા પહોંચાડીને હત્યા નિપજાવી હતી. છુટક મજુરી કરતા યુવાનની હત્યાથી વિસ્તારમાં આઘાતની લાગણી પ્રવર્તી હતી તો પોલીસે ઘટના કઈ રીતે બની તે જાણવા તપાસનો દોર હાથ ધર્યો હતો.

છરીથી હુમલો કરનારા પોલીસ પકડથી દૂર
કચ્છ આર્કેડ પાસે રીક્ષા ચાલકને વાહન કેમ ચલાવે છે તે અંગે પ્રશ્ન કરીને છરી અને ટામી વડે હુમલો કરાયો હતો. જેમાં બે વ્યક્તિઓને 56 ટાંકા જેવી ગંભીર ઈજા પહોંચી હતી. તો તેનો વીડીયો સોશ્યલ મીડીયાના માધ્યમથી ફેલાયો હતો. આ કેસમાં એક અજાણ્યા બાઈક ચાલક અને મારુતી વેન ચાલક અલ્તાફ મામદ સોઢા વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આરોપીઓ ઘટનાના આટલા દિવસે પણ પોલીસ પકડથી દુર રહ્યા હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...