તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:ખુરજા રેવાલી સ્પે. નુર રેલવે લીંકને કંડલા-મુંદ્રા સાથે જોડવાની કવાયત

ગાંધીધામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોના કાળમાં બમણી ગતીએ દોડી માલગાડી
 • કાર્ગોની ઝડપી કામગીરી માટે રેલવે કસી રહ્યું છે કમર

કોરોના કાળમાં પેસેન્જર ટ્રેનો બંધ હોવાના કારણે માલગાડીઓને ખુલ્લુ મેદાન મળતા તે ગત વર્ષેની સરખામણીએ બમણી ગતીએ દોડાવાઈ હતી. હવે જ્યારે પ્રવાસી ટ્રેનો પણ શરૂ થઈ રહી છે ત્યારે આજ ગતી પકડી રખાય તેવો પ્રયાસ રેલવે દ્વારા કરાઈ રહ્યો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. ગાંધીધામ સ્ટેશનએ રેલવેને કાર્ગો, નુર આપતું સૌથી મહત્વપુર્ણ કેંદ્ર છે. ત્યારે આ સાથે કંડલાને વિશેષ ફ્રેઈટ કોરીડોર સાથે પણ જોડવાની કવાયત હાથ ધરાઈ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

રેલવે મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું કે માલગાડીઓએ 45 કિલોમિટર પ્રતિકલાકની ગતીએ દોડાવાઈ હતી. જે પ્રવાસી ટ્રેનો ના હોવાના કારણે કોરોના કાળનો અલાયદો લાભ હતો. પરંતુ હવે જ્યારે પ્રવાસીઓની ટ્રેન પણ દોડવાની શરૂ થઈ ગઈ છે ત્યારે પણ આ ગતીને જાળવા રાખવાનો વિભિન્ન પ્રયાસ પશ્ચીમ રેલવે દ્વારા કરવામાં આવશે તેવું સુત્રોએ જણાવ્યું હતું. બહાર આવેલા માસ્ટર પ્લાન અનુસાર 2021 સુધીમાં ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોર્સ ધરવતા રુટને શરૂ કરવાનો છે, જેમાં સરેરાશ ટ્રેન 25 થી 75 કિમીની ગતીએ દોડશે. જેમાં ખુરજા રેવારી રેલવે લીંકને યુપી સહિત કંડલા, મુંદ્રા, અને પીપાવાવ પોર્ટ સાથે પણ જોડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો