વિશ્વાસઘાત:ખોડીયાર માતાના ભુવી હોવાનું જણાવી 25 લાખ ધૂતી લીધા

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામના ગણેશનગરની આ ઘટના લોકોને જાગૃત કરે તે ઇચ્છનિય
  • શ્રમિક​​​​​​​ પરિવારને ‘મારી વાત નહીં માનો તો બરબાદ થશો’ની બીક બતાવી

ગાંધીધામના ગણેશનગરમાં શ્રમિક પરિવારને એક મહિલાએ પોતે ખોડિયાર માતાજીની ભુવી હોવાનું જણાવી જો મારી વાત નહીં માનો તો બરબાદ થઇ જશો સતત બીક બતાવી રોકડ અને દાગીના સહિત રૂ.25 લાખ લઇ વિશ્વાસઘાત કર્યો હોવાની ઘટના બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.

સેક્ટર 6, ગણેશનગરમાં રહેતા અને છૂટક મજૂરીકામ કરી પેટિયું રળતા44 વર્ષીય ધનુબેન દેવજીભાઇ સુંઢાએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ, ગણેશનગરમાંઆવેલા ખોડિયાર માતાજીના મંદિર પાસે રહેતા પ્રેમિલાબેન રાજેશભાઇ આયડીએ પોતેખોડિયાર માતાજીની ભુવી હોવાનું જણાવી જો હું કહું તેમ નહીં કરો તો બરબાદ થઇ જશો તેમજ માતાજી તમને નહીં મુકે તેવી બીક બતાવી વર્ષ-2017 થી તા.12/5/2021 દરમિયાન અલગ અલગ સમયેતેમનાપાસેથી રોકડ રકમ તેમજ દાગીના મળી કુલ રૂ.25,00,000 લઇ લીધા બાદ પરત પણ ન કરી વિશ્વાસઘાત કર્યો હતો. આ બાબતે તેમને કહેવા ગયા તો પ્રેમિલાબેનના પતિ રાજેશભાઇ કરશનભાઇ આયડીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ રીતે માતાજીના નામે ડરાવી શ્રમિક પરિવારની મરણ મૂડી પડાવનાર વિરૂધ્ધ તેમણે બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદના આધારે વિશ્વાસઘાત કરનાર દંપતિ વિરૂધ્ધ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ ગણેશનગરમાં બનેલી આ ઘટના બાદ આવા તત્વોસામે લોકો જાગૃત બને તે ઇચ્છનિય છે.

અન્ય સમાચારો પણ છે...