તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વહીવટ:‘બધા પોતાના સ્તરે ઉત્તમ કાર્ય આપતા રહો’

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાસેઝના ઝોનલ ડીસીનો વધારાનો ચાર્જ સંભાળતા DGFTના એડી. ડાયરેક્ટર જનરલ
  • અધિકારીઓ સાથે બેઠક યોજીને કાર્યપ્રલાણીથી અવગત થયાઃ એક હથ્થુ સાશન ચલાવતા પર ગાજના આસાર

કાસેઝને ફરી કાયમી ઝોનલ ડીસી ના મળીને, તેનો અતિરિક્ત ચાર્જ દિલ્હીના DGFTના એડી. ડાયરેક્ટર જનરલ જેવા મહત્વપુર્ણ હોદા પર આસીન અધિકારીને અપાયા બાદ તેમણે કાસેઝના અધિકારીઓ સાથે બેઠક લઈને ઝોનની પરિસ્થિતી, કાર્યપ્રલાણી અને સમસ્યાઓનો તાગ મેળવ્યો હતો. તેમણે સહુને એક મંત્ર આપતા કહ્યું હતું કે ‘બધા પોતાના સ્તરે ઉતમ કાર્ય આપતા રહો, સાથે મળીને આગળ વધીશુ’. સમગ્ર કચ્છ માટે રિસોર્સફુલ અધિકારી તરીકે પંકાયેલા ડો. અમીયા ચંદ્રા પાસેથી ગત મહિને કાસેઝનો અતિરિક્ત ચાર્જ લઈ લેવાયા બાદ તેમણે તેમનો કાયમી મુંદ્રા, એપસેઝનો ચાર્જ સંભાળ્યો હતો.

ત્યારબાદ ખાલી પડેલી કંડલા સ્પે. ઈકોનોમિક ઝોનના ઝોનલ ડેવલોપમેન્ટ કમિશનરનો વધુ એક વાર વધારાનો ચાર્જ ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ, દિલ્હીના એડીશનલ ડાયરેક્ટર તરીકે ફરજ નિભાવી રહેલા આકાશ તનેજાને અપાયો હતો. જેમણે કાસેઝની બે દિવસીય મુલાકાત લઈને સમગ્ર વ્યવસ્થાનો પરિચય મેળવ્યો હતો.

તો અહિ આટલા સમયથી એક હથ્થું સાશન ચલાવતા કે યેનકેન પ્રકારે ગેરરીતિ આચરતા તત્વોને નહિ ફાવવા દેવાય તેવો સંદેશ પણ અપાયો હતો. આ પ્રસંગે જોઇન્ટ ડે. કમિશનર સત્યદીપ મહાપત્રા, ડે. કમિશનર દીપક ઝાલા, કસ્ટમ કમિશનર અરુણ કુમાર, બીનોદ મંડલએ ઉપસ્થિત રહી સ્વાગત કર્યુ હતું.

કાપડને 5 વર્ષે, પ્લાસ્ટિક ઉદ્યોગને 18 મહિનાની મહોલતઃ પ્રક્રિયા પેન્ડીંગ!
લાંબા સમયથી ચાલતા વિવાદ અને માંગ બાદ હવે દાણચોરી માટે બદનામ થયેલા યુઝ્ડ ક્લોથના ઉધોગને 5 વર્ષેની અને પર્યાવરણ વિભાગની પરવાનગી માટે અટકેલા પ્લાસ્ટિક ઉધોગને 18 મહિના માટે મંત્રાલયમાંથી લીલીઝંડી મળી ગઈ હોવાનું બહાર આવ્યું હતું.

પરંતુ અગાઉ ચાલતા કેસ સહિતની પ્રક્રિયાના કારણે હાલ અટકેલુ હોવાનું જાણવા મળ્યું હતું. નોંધવું રહ્યું કે અગાઉ કાપડ ઉધોગો દ્વારા થતી દાણચોરી અને તેમાં બદનામ તત્વો, તેમજ તેના પરિવારજનોની હજી પણ અંદર ચાલતી ગતિવિધી અને પેરવીની ચર્ચાઓનો દોર શમ્યો નથી ત્યારે વિશેષ ટીમ દ્વારા સમગ્ર પરિસ્થિતિનું બારીકાઈથી પરીક્ષણ કરાઈ રહ્યાનું પણ કેન્દ્રીય સ્તરના અધિકારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...