સ્પોટ્સ:કેસીએને પછાડી કેડીઆરસીએનો 4 વિકેટે વિજય, અંડર-25 ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ ટુર્નામેન્ટ ડીપીએસના ગ્રાઉન્ડમાં રમાઇ રહી છે

ગાંધીધામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેડીઆરસીએ 43 ઓવરમાં 6 વિકેટે 224 રન બનાવી લક્ષ હાંસલ કર્યું

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન રાજકોટ દ્વારા દિલ્હી પબ્લિક સ્કૂલના ગ્રાઉન્ડમાં અંડર-25 ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. આજે કચ્છ ડિસ્ટ્રીક્ટ રૂરલ ક્રિકેટ એસોસિએશન ગાંધીધામ અને કચ્છ ક્રિકેટ એસોસિએશન ભુજ વચ્ચે રમાયેલી મેચમાં કેડીઆરસીએ તેમને મળેલા ટાર્ગેટ 43 ઓવરમાં પૂર્ણ કરીને ચાર વિકેટે વિજય મેળવ્યો હતો. આજે સવારે ટોસ ઉછાળવાની વિધિ કેડીઆરસીએના પ્રેસિડેન્ટ ડીપીએસના ચેરમેન શેખર અયાચીના હસ્તે કરવામાંઆવી હતી. કેસીએ ભુજે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી.

47.4 ઓવરમાં 223રન બનાવી આખી ટીમ પેવેલીયન ભેગી થઇ ગઇ હતી,. જેમાં પ્રેમ ઝવેરી 46રન, લકીરાજ વાઘેલા 41 અને ધ્રુવમ પટેલના 33 રન મુખ્ય હતા. કેડીઆરસી ગાંધીધામ વતી અર્થ યાદવે 36 રન આપી ચાર વિકેટ, દેવ દંડે 42 રન આપી 3 વિકેટ ઝડપી હતી. બેટીંગમાં ઉતરેલા કેડીઆરસીએ 43.3 ઓવરમાં છ વિકેટે 224 રન બનાવી ચાર વિકેટે મેચ જીતી લીધી હતી. જેમાં કપ્તાન દેવ દંડના 84, હરવન સિંઘ 53 રને નોટઆઉટ તથા પ્રણવ થાપાના 52 રન મુખ્ય હતા.

કેસીએ ભુજ વતિ ધ્રુવમ પટેલ અને કૃણાલ કટ્ટાએ બે-બે વિકેટ ઝડપી હતી. તા.8મીના રોજ જુનાગઢ સિટી અને કેસીએ ભુજ વચ્ચે ડીપીએસના ગ્રાઉન્ડમાં મેચ રમાશે. આજે સવારે રમાયેલી મેચમાં એસોસિએશનના ઉપપ્રમુખ એમડી જાડેજા, સેક્રેટરી શરદભાઇ શેટ્ટી, રામકરણ તિવારી, લાલ નાવાણી, સુરોજીત ચક્રવર્તી, નકુલ અયાચી, સુબોધ થાપીયાલ, કેતન મકવાણા વગેરે હાજર રહ્યા હતા. એમ્પાયર તરીકે નરેન્દ્ર જાડેજા, મુકેશ શુકલ અને સ્કોરરમાં સેજલબેને સેવા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...