તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:રાજકોટ રૂરલની ટીમને હરાવી કેડીઆરસીનો ફાઇનલમાં પ્રવેશ

ગાંધીધામએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • અંડર-16 ક્રિકેટ ટુર્નામેન્ટમાં બીજી સેમીફાઇનલમાં ગાંધીધામનો 8 વિકેટથી વિજય

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન રાજકોટ આયોજીત આંતર જિલ્લા અંડર-16 ક્રિકેટ ટુર્નામેન્ટની બીજી સેમિફાઇનલમાં રાજકોટ રૂરલ (ગોંડલ) સામે સણસરાના મેદાન પર કચ્છ ડિસ્ટ્રીક્ટ રૂરલ ક્રિકેટ ટીમે સારૂં પરફોમન્સ દાખવીને હરીફ ટીમને પરાજીત કરી હતી. સક્ષમ ગણાતી ટીમને પછાડીને કેડીઆરસીએ ફાઇનલમાં વટભેર પ્રવેશ કર્યો છે. આંતર જિલ્લા અંડર-16 ક્રિકેટ ટુર્નામેન્ટમાં કેડીઆરસીએ પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. રાજકોટરૂરલના કેપ્ટને ટોસ જીતી પ્રથમ બેટીંગ પસંદ કરી હતી.

41.3 ઓવરમાં 109 રન બનાવી ટીમ પેવેલીયન ભેગી થઇ ગઇ હતી. જેમાં આકાશ પરમાર 26 રન, સચિન પરમારના 25 રન મુખ્ય હતા. કેડીઆરસીએ વતી બબલુ યાદવ, પ્રેમ સંઘવી, દેવ ગઢવી, જયપ્રકાશે બે-બે વિકેટ મેળવીને તરખાટ મચાવ્યો હતો. 109 રનના લક્ષ્યને પાર પાડવાના હેતુથી કેડીઆરસીએ બેટીંગ કરીને બે વિકેટના ભોગે 112 રન બનાવી આ 8 વિકેટથી વિજય મેળવ્યો હતો.

જેમાં પ્રણવ થાપાના અણનમ 62, રીધમ શ્રીવાસ્તવના 21 રન મુખ્ય હતા. રાજકોટ રૂરલ તરફથી હિતાંશ વાઘેલા, કૃષ્ણ પરમારે 1-1 વિકેટ ઝડપવામાં સફલતા મેળવી હતી. સેમિફાઇનલની જીતથી પ્રમુખ શેખરભાઇ અયાચી, શરદભાઇ શેટ્ટી, મુકેશ લખવાણી, રામકરણ તિવારી, સંજય ગાંધી, નિલય દંડ વગેરેએ ટીમને અભિનંદન પાઠવ્યા છે.

સતત પેક્ટ્રીસનું સારૂં પરીણામ
કચ્છ અને ગાંધીધામના ખેલાડીઓને પુરતી તક મળે તે માટે કેડીઆરસીના પ્રમુખ શેખર અયાચી તથા તેમના હોદ્દેદારો સખત મહેનત કરે છે. જુદા જુદા તબક્કે કચ્છના ખેલાડીઓને વધુને વધુ પ્લેટફોર્મ મળે અને સારૂં પ્લેટફોર્મ દાખવે તે માટે પ્રયત્ન પણ કરવામાં આવે છે. દરમિયાન સતત પ્રેકટ્રીક્સ ખેલાડીઓ પાસે કરાવવામાં આવી રહી છે. આ વિજય કૂચમાં ખેલાડીઓ દ્વારા કરવામાં આવેલ પરફોમન્સ સતત પેક્ટ્રીસને આભારી ગણી શકાય. દરેક ફોર્મેટમાં સૌરાષ્ટ્રની ટીમમાં કેડીઆરસીના ખેલાડીઓ રમી રહ્યાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.

ખેલાડીઓની પસંદગીમાં ઉચ્ચકક્ષાએ અન્યાય
સ્થાનિક રીતે ખેલાડીઓને સારૂં પરફોમન્સ મળે અને જુદા જુદા તબક્કે અહીંના ખેલાડીઓ પસંદગી પામે તે માટે જહેમત ઉઠાવવામાં આવે છે. કેડીઆરસી સહિતના અન્ય દ્વારા વખતો વખત ખેલાડીઓને પીઠબળ પુરૂં પાડવાનો પ્રયત્ન પણ કરવામાં આવે છે. પરંતુ રમત ગમત ક્ષેત્રે પણ જે રીતે રાજકારણ કેટલીક વખત રમાતું હોવાની ફરિયાદો ઉઠતી હોય છે તેવું અહીં પણ અગાઉ બની ચૂક્યું હોવાનો કચવાટ ખેલાડીઓમાંથી ઉઠી રહ્યો છે. સારા ખેલાડીઓ હોય અને તેને પુરતી તક મળવી જોઇએ તે માટે પસંદગી સમિતિના રાજકોટ સહિતના ક્ષેત્રના આગેવાનોએ પુરતા પ્રમાણમાં કચ્છના ખેલાડીઓને પ્રોત્સાહન અને પરફોમન્સના આધારે પસંદગી થાય તે માટે પગલા ભરવા જોઇએ તેવી પણ માગણી અને લાગણી ખેલાડીઓમાંથી અવારનવાર ઉઠે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો