ચેમ્પિયન:KDRCએ રાજકોટને હરાવી ચેમ્પિયન

ગાંધીધામ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વંશે 78 રન ફટકાર્યા, કેડીઆરસી 6 વિકેટે વિજય મેળવ્યો
  • રાજકોટ 174 રનમાં ઓલઆઉટ, કેડીઆરસીએ 35 ઓવરમાં લક્ષ્ય પુરૂં કર્યું

કચ્છ ડિસ્ટ્રીક્ટ રૂરલ ક્રિકેટ ટીમ દ્વારા ફરી એક વખત સિદ્ધિ મેળવવા માટે સફળતા મળી છે. સૌરાષ્ટ્રની 18 જિલ્લાની ટીમના તમામ ફોર્મેટમાં સેમિફાઇનલમાં પણ ભાવનગરને પરાજીત કરીને ફાઇલનમાં વટભેર પ્રવેશ કર્યો હતોે. અંડર-16ની ફાઇનલ મેચ રાજકોટ સામે રમાઇ હતી. જેમાં રાજકોટની ટીમ 48 ઓવરમાં 174 રન કરી ઓલઆઉટ થઇ ગઇ હતી. અંશુમાન પરમારે 58 રન કર્યા હતા. જેના જવાબમાં કેડીઆરસી વતિ વંશે 78 રન અને પ્રણયે 37 રન બનાવ્યા હતા.

મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લા ગ્રામીણ ક્રિકેટ એસોસિએશન હેઠલની આંતર જિલ્લામાં સતત બીજી વખત વિજય મેળવ્યો છે. ટુર્નામેન્ટનું આયોજન સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન રાજકોટ દ્વારા કરાયું છે. જેમાં કેડીઆરસી સામે ભાવનગરની ટીમ મેદાને ઉતરી હતી. 50 ઓવરમાં 221 રન કર્યા હતા. જેના જવાબમાં કેડીઆરસીએ કપ્તન હરવંશના અણનમ 93 અને મનિષ યાદવ 60 મળી 48 ઓવરમાં 6 વિકેટે વિજય મેળવ્યો હતો. પ્રમુખ ચંદ્રશેખર અયાચીએ ખેલાડીઓને અભિનંદન આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે, 18 જિલ્લાની ટીમ કેડીઆરસીએ એસસીએ ક્રિકેટના તમામ ફોર્મેટમાં ફાઇનલમાં પહોંચી છે અને સૌરાષ્ટ્રની ક્રિકેટમાં મોટું નામ ઉભું કરવાની દિશામાં આગળ વધી રહી છે. ટુંક સમયમાં કચ્છના ખેલાડીઓ સૌરાષ્ટ્ર રણજીત ટ્રોફિ અને ટી-20 ટીમનું પ્રતિનિધિત્વ કરે તેવી પણ શક્યતા નકારી શકાય તેમ નથી.

અન્ય સમાચારો પણ છે...