તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિજય:ક્વાર્ટર ફાઇનલમાં ભાવનગરને KDRCએ પછાડ્યું, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. દ્વારા આંતર જિલ્લા અંડર-16 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

ગાંધીધામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કેડીઆરસીની ટીમે 189 અને ભાવનગરની ટીમે 151 રન બનાવ્યા

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન રાજકોટ દ્વારા આંતર જિલ્લા અંડર-16 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ક્વાર્ટર ફાઇનલ મેચ ભાવનગર ખાતે યોજવામાં આવી હતી. જેમાં ભાવનગરને કચ્છ ડિસ્ટ્રીક્ટ (રૂરલ)ની ટીમે 38 રનથી પરાજીત કરીને વિજય મેળવ્યો હતો.

કેડીઆરસીએના કપ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. 50 ઓવરની મર્યાદિત આ ટુર્નામેન્ટમાં કેડીઆરસીએ 189 રન બનાવી ઓલ આઉટ થઇ ગઇ હતી. જેમાં પ્રણવ થાપાના 62 અને કપ્તાન જયપ્રકાશના 58 રન મુખ્ય હતા. જ્યારે ભાવનગર ડિસ્ટ્રીક્ટ વતી જૈનમ વિરાણીએ 36 રન આપી 4 વિકેટ અને પૂર્વ ત્રિવેદીએ 45 રન આપી 3 વિકેટ ઝડપી હતી. 189 રનના લક્ષને આંબવા માટે ભાવનગર ડિસ્ટ્રીક્ટની ટીમ મેદાને ઉતરી હતી. જેમાં 151 રનમાં જ સમગ્ર ટીમ પેવેલીયન ભેગી થઇ ગઇ હતી. જેમાં જયનમ વિરાણીએ 49 અને દર્શન પરમારના 21 રન મુખ્ય હતા. કેડીઆરસી વતિ કેપ્ટન જયપ્રકાશે 48 રન આપી 4 વિકેટ ઝડપી હતી.

ગાંધીધામની ટીમ હવે સેમિફાઇનલમાં પ્રવેશી છે. જે તા.26ના રાજકોટના સણોસરા ગ્રાઉન્ડમાં રાજકોટ (રૂરલ) સામે ટકરાશે. કેડીઆરસીની આ જીતથી પ્રમુખ શેખરભાઇ અયાચી, નરેન્દ્રસિંહ જાડેજા, અનિલભાઇ સિંધવ, શરદભાઇ શેટ્ટી, રવીન્દ્ર આચાર્ય, અશ્વિનિ કછાવાના સભ્યોએ ટીમને અભિનંદન પાઠવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભાવનગર ડિસ્ટ્રીક્ટની ટીમ સૌરાષ્ટ્રમાં સારી ટીમ ગણાય છે. જેની સામે કેડીઆરસીએની જીત બહુ મોટી વાત ક્રિકેટના રસીકો ગણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો