કોર્ટનો નિર્ણય:ભડકાઉ ભાષણ આપનાર કરણીસેનાના સેનાઅધ્યક્ષ શરતી જામિન પર છૂટ્યા

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એટ્રોસિટી એક્ટ તળે ગુનો નોંધાયા બાદ જેલમાં હતા

રાપર ખાતે વર્ષ-2019 માં ભડકાઉ ભાષણ આપ્યા બાદ એટ્રોસિટિ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયા બાદ કરણી સેનાનાસેના અધ્યક્ષને ગળપાદર જેલ હવાલે કરી દેવાયા બાદ તેમની જામીન અરજીની સુનાવણીમાં કોર્ટે આરોપી એક વર્ષ સુધી કોર્ટની પરવાનગી વગર રાપર-ભચાઉ પ્રવેશ નહીં કરી શકે , દર સોમવારે રાપર કોર્ટમાં હાજરી આપવી પડશે અને કોર્ટે રાખેલી શરતો પૈકી કોઇ પણ શરતનો ભંગ થશે તો જામીન રદ્દ ગણાશે તેવી વિવિધ શરતોને આધીન રેગ્યુલર જામીન પર મુક્ત કરાયા હતા.

અમદાવાદમાં રહેતા કરણી સેનાના સેનાઅધ્યક્ષ રાજેન્દ્રસિંહ શ્રવણસિંહ શેખાવતે વર્ષ 2019 માં બે સમુદાય કે બે કોમ વચ્ચે તંગદિલી ઉભી થાય તે પ્રકારની વાણીનો ઉલ્લેખ કર્યા બાદ તેમના વિરૂધ્ધ રાપર પોલીસ મથકે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનોલ નોંધાયો હતો જેમાં તેમણે અંજાર કોર્ટમાં તા.21/11/2019 ના રોજ તેમની જામીન અરજી નામંજૂર કરાઇ હતી ત્યારબાદ તેમની ધરપકડ કરી ગળપાદર જેલ હવાલે કરાયા હતા. જેલ હવાલે કરાયા બાદ રાજેન્દ્રસિંહ શેખાવતે તા.12/10 ના રોજ ભચાઉ અધિક સેશન્સ તેમજ એટ્રોસિટિ એક્ટ સ્પેશિયલ કોર્ટ સમક્ષ રેગ્યુલર જામીન મુક્તિ માટે અરજી કરી હતી.

ભચાઉ કોર્ટના 9 મા એડિશનલ સેશન્સ જજ અને સ્પેશીયલ જજ (એટ્રોસિટિ) દ્વારા સરકાર તરફે ડી.એસ.જાડેજાએ. કરેલી દલીલો તેમજ બનાવની ગંભીરતા ધ્યાને લઇ શરતોને આધીન જામીન મંજૂર કર્યા હતા. કોર્ટે રાખેલી શરતોમાં વોઇસ સેમ્પલ આપવા માટે આરોપીને જ્યાં અને જ્યારે કરાવવાનું હોય ત્યારે હાજર રહી વોઇસ સેમ્પલ આપશે, આરોપી 1 વર્ષ સુધી ભચાઉ તાલુકો અને રાપર તાલુકામાં કોર્ટની પૂર્વ પરવાનગી વગર પ્રવેશ કરી નહીં શકે, 6 માસ સુધી દર સોમવારે સવારે 11 થી 4 દરમિયાન રાપર પોલીસ મથકે હાજરી આપવાની રહેશે જેવી વિવિધ શરતોને આધીન તેમના જામીન મંજૂર કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...