તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્માણ:કાંજાણી પાર્ક નવા રંગ રૂપ સાથે ખુલ્લુ મુકવામાં આવશે

ગાંધીધામ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જન લાભાર્થે ટ્રસ્ટ દ્વારા કરાયું નિર્માણ, સુધરાઇ આધિન બગીચાઓની કથળતી સ્થિતિ

ગાંધીધામમાં ફરવા લાયક સ્થળો ન હોવા અંગે વારંવાર ઉઠતા સુર વચ્ચે એક તરફ જ્યાં એમ્યુઝમેન્ટ પાર્ક જેવા મોટા પ્રોજેક્ટ પણ શરુ થઈ ગયા છે તો બીજી તરફ સામાજિક ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ દ્વારા પણ જન લાભાર્થે અનેક વિધ પ્રયાસો હાથ ધર્યા હતા. સિંધી સદાબહાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એસઆરસીના સહયોગથી ગુરુકુળ વિસ્તારમાં કાંજાણી પાર્કનું નિર્માણ કર્યું હતું. જેને મળી રહેલા સારા પ્રતિસાદને ધ્યાને લઈને નવા રંગ રુપ સાથે ફરી શરુ કરવાનો નિર્ધાર કરાયો હતો. એસ.વી. ગોપલાણીએ જણાવ્યું હતું કે તા. 19/11ના લાભપાંચમના દિવસથી આ પાર્કની નવા રંગ રુપ સાથે શરૂઆત કરવામાં આવશે. પાર્કનું સંચાલન સંભાળવા ચીફ એક્ઝ. ઓફિસર તરીકે નીશા નાગરનીને જવાબદારી સોંપવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. તો બીજી તરફ સંકુલમાં આવેલા સુધરાઇ આશ્રિત બગીચાઓની પરીસ્થિતિ સારી ન હોવાની રાવ પણ ઉઠવા પામી રહી છે. દર મહિને મોટી રકમ તેના જાળવણી કર્તાઓને આપવામાં આવતી હોવા છતાં તે અનુસાર ખર્ચો ન હોવાનો સુર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો