ધર્મસ્થાન:કંડલાના વિકાસનો પાયો નાખવા કંડલેશ્વર મહાદેવનું થયું હતું સ્થાપન

ગાંધીધામ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શ્રાવણમાં સવા લાખ બીલીપત્ર ચડાવાય છેઃ ઉદ્યોગપતિઓ રાખે છે સારસંભાળ

મહાદેવના મહાપર્વ એવા પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ચુકી છે ત્યારે છેલ્લા 70 જેટલા વર્ષથી કંડલા, ગાંધીધામના વિકાસની આર્શિવાદ સમી સાક્ષી પુરતા કંડલેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કંડલાના વિકાસને આર્શિવચન મળે તેનો સતત વિકાસ થાય તે આશા સાથે સોલ્ટ વર્ક્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કરાયું હતું.

કંડલાના મીઠાપોર્ટ વિસ્તારમાં આવેલુ આ સાત દાશકા જુનુ શિવ મંદિર લોકો માટે આજે પણ એટલુજ આસ્થાનું પ્રતિક બનેલુ છે જેટલું ઘણા વર્ષો પહેલા હતું. સ્થાનિકોનું કહેવું છે કે અહિ કાચા મકાનમાં રહેતા લોકો પણ આજે મોટા ઉધોગપતિઓ બની ગયા છે. તેઓ સહિત આસપાસના સુરક્ષા જવાનો પણ આ મંદિરના કાર્યો અને ગતીવીધીમાં ભાગ લે છે. છેલ્લા 40 વર્ષેથી મંદિરની સાર સંભાળ રાખતા અર્જનગીરી અમરગીરી ગોસ્વામીએ જણાવ્યું કે તેમની આજે ત્રીજી પેઢી પણ અહિ જોડાયેલી છે. આ મંદિરનું નિર્માણ યુનાઈટેડ સોલ્ટ વર્કસના કાંતીલાલ મોતીલાલ ઠાકોર દ્વારા કરાવાયું હતું, જેને કચ્છના તત્કાલીન ચીફ કમિશનર એસ.એ. ઘાટગે દ્વારા ખુલ્લુ મુકાયું હતું. અહિ દર શ્રાવણ માસના સવાથી દોઢ લાખ બીલીપત્ર ચડાવાય છે.

પંચમુખી મહાદેવ મંદિરે રૂદ્રાભિષેક
પંચમુખી હનુમાન મંદિરમાં પંચમુખી મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે બ્રહ્મચારી પ્રકાશાનંદ મહારાજ દ્વારા રુદ્રાભિશેક પ્રારંભ કરીને મહાપર્વના શિવભક્તીનો લ્હાવો ઉઠાવવા સહુને આહવાન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...