ડ્રગ્સ પ્રકરણ બાદ સતર્કતા:કંડલા - મુન્દ્રામાં પેરાફીનના નામે કન્ટેઇનરોમાં ડીઝલની શંકા, ‘રૂક જાવ’ નો આદેશ

ગાંધીધામ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મીસ ડિક્લેરેશન થકી કરોડોની ગેરરીતિની સંભાવનાના આધારે DRI- કસ્ટમની કાર્યવાહી

મુંદ્રા ડ્રગ્સ પ્રકરણ ઝડપાયા બાદ પોર્ટ્સ પર એલર્ટ જેવો માહોલ છે ત્યાં ડીઆરઆઈ અને કસ્ટમે બન્ને પોર્ટ પર કેટલાક કન્ટેનરોને રુક જાવોનો આદેશ આપી દેવાયો છે. કંડલા અને મુંદ્રા પોર્ટ એમ બન્ને સ્થળોએ કેટલાક કન્ટેનરોને અપાયેલા આ આદેશ પાછળ કન્સાઈમેન્ટમાં જીટીએલ લાઇટ પેરાફીન ડીકલેર કરીને તેની જગ્યાએ ડીઝલ લાવ્યાની શંકા વ્યક્ત કરાઇ રહી છે. જેથી કંડલા કસ્ટમ હાઉસ દ્વારા ફ્રેન્ડ્સ સોલ્ટ વર્કર્સ, ફ્રેન્ડ્સ ઓઇલ એન્ડ કેમીકલ ટર્મિનલને આવેલા કન્ટેનર હોલ્ડ પર રાખવા જણાવ્યું છે. આ કન્સાઇનમેન્ટના આયાતકાર અલ્કા કેમી પેક પ્રા.લિ. તથા અલ્કા પેટ્રો ગ્લોબલ પ્રા.લિ. હોવાનું જાણવા મળે છે.

મંગળવારના સંભવિત ગલ્ફ દેશથી આવેલા ડીપીટી, કંડલા અને મુંદ્રા પોર્ટના કેટલાક કન્ટેનરને ડીઆરઆઇ અને કસ્ટમ દ્વારા રુક જાવોનો આદેશ અપાયો હતો. સ્થાનિક કસ્ટમના સુત્રોએ આ કાર્યવાહી થઈ હોવાનો સ્વિકાર કર્યો હતો, પરંતુ તપાસનીસ એજન્સી તેવો ન હોવાથી બાકીના આખા વિષય અંગે અજાણતા વ્યક્ત કરી હતી. સુત્રોનું માનીયે તો કન્ટેનરોમાં પ્રવાહિ કેમીકલ કાર્ગો છે, જેમાં મોટા પાયે મીસડિક્લેરેશન આચરાયું હોવાની સંભાવના છે. તમામ કન્ટેનરોના કાર્ગોની તપાસ અને સેમ્પલીંગની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે, કરોડોની ગેરરીતી બહાર આવે તેવી શક્યતાછે.

મુન્દ્રા બંદરેથી જુન માસમાં નિકળી ગયેલા કન્ટેઇનરની તપાસ માટે ગુજરાતના ચીફ કમિશનર આવ્યા
ગાંધીધામ | ગુજરાત કસ્ટમના ચીફ કમિશનર અજય ઉબાલે મંગળવારે કંડલા કસ્ટમ આવી પહોંચ્યા હતા. આજે તેવો મુંદ્રા પોર્ટની મુલાકાત લેશે. મુંદ્રા ડ્રગ્સ પ્રકરણ ડીઆરઆઈ ઝડપ્યા બાદ કસ્ટમની નિષ્ર્કીયતા અને ભુમીકા સામે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે ત્યારે તેની તપાસ તેમજ કામકાજ અંગે માહિતી પ્રાપ્ત કરવા તેવો આવ્યા હોવાનું જાણવા મળે છે. થોડા મહિના અગાઉ કંડલા થી મુંદ્રા ગયેલા એ. કસ્ટમ કમિશનરે એક કન્સાઈમેન્ટને ખોટી રીતે અટકાવ્યું હોવાની ફરિયાદ ઉચ્ચ સ્તરે થતા ચીઅ કમિશનર દોડી આવ્યા હતા અને સબંધિત અધિકારીનો સતાભાર હળવો કરી ફરી પુર્વ સ્થળે ટ્રાન્સફર કરી દેવાઈ હતી.

ત્યારબાદ આ બીજો મોકો છે જ્યારે મુંદ્રામાં દેશનું સૌથી મોટુ 21હજાર કરોડથી વધુની કિંમતનો હેરોઈન ડ્રગ્સનો જથ્થો ઝડપાવાની ઘટના બન્યા બાદ કસ્ટમના ગુજરાત ઝોનલ ચીફ કમિશનર ઉબાલે કંડલા, મુંદ્રાની મુલાકાતે છે. વિભાગ આને રુટીન વીઝીટમાં ખપાવી રહ્યું છે પરંતુ મુંદ્રા ડ્રગ્સમાં એક કન્ટેનર જુનમાં નિકળી ગયું હતું, જેમાં રહેલો સંભવિત કેટલોક જથ્થો દિલ્હીના ગોડાઉનથી મળ્યો હતો. જેની તપાસની સમીક્ષા કરવા માટે તેવો આવ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

લેબોરેટરીના વિવાદિત અધિકારીની બદલી
સતત આક્ષેપો અને વિવાદોમાં રહેલી કંડલા કસ્ટમની ઈમારતમાં બેસતી લેબોરેટરીના મુખ્ય અધિકારીની આખરે બદલી કરવામાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. દિવ્ય ભાસ્કર દ્વારા સતત આ લેબોરેટરીની સત્યતા ને ઉજાગર કરતું રહ્યું હતું, તો દરમ્યાન ત્રણ વર્ષે અગાઉ મીસ ડિક્લેરેશન થઈને ઝડપાયેલા 129 કેરોસીનના કન્ટેનર મામલે આ લેબોરેટરીના એક કર્મચારીનું નામ બહાર આવ્યું હતુ.

મુન્દ્રા ડ્રગ્સનો મુદો સચિન પાયલટે મુંબઈમાં ઉઠાવીને કહ્યું ‘નિષ્પક્ષીય તપાસ થાય’ મુંન્દ્રા હેરોઈન ડ્રગ્સ પ્રકરણ અંગે કોંગ્રેસ દ્વારા મુદાને દેશભરમાં પત્રકાર પરિષદ કરીને લોકો સુધી આની ગંભીરતા પહોંચાડવાનો નિર્ણય કરાયો હતો. જેના પ્રથમ ચરણ રુપે કોંગ્રેસ અગ્રણી સચીન પાયલોટે મુંબઈમાં પરિષદ યોજીને મુંદ્રા ડ્રગ્સ પ્રકરણ ખુબ ગંભીર હોવાનું અને ત્યાંની સરકાર મુદાને દબાવવા માંગતી હોવાનો આક્ષેપ કરીને નિષ્પક્ષીય તપાસની માંગ કરી હતી.

પ્રતિબંધિત સિગારેટનો જથ્થો કસ્ટમના અધિકારીએ આપ્યો હતો?
કંડલા મરીન પોલીસે ગત રોજ ઓઈલ જેટી પાસેથી આવતી એકકારને રોકાવીને તપાસ કરતા તેમાથી વિદેશી સિગારેટના પ્રતિબંધીત 170 પેકેટ મળી આવ્યા હતા. આ કેસમાં ડીપીટી કર્મી સાથે તે જથ્થો જેણે મંગાવેલો તે ગાંધીધામના વિષ્ણુભાઈ અગ્રવાલ (મારવાડી) વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે. સોમવારના કંડલા પોર્ટની ઓઇલ જેટી નંબર – 1 પરથી વિદેશી સિગારેટનો જથ્થો લઇને સફેદ કલરની અલ્ટો કાર ગાંધીધામ તરફ જવા માટે નીકળી છે.

જેને રોકી તલાશી લેતાં કારમાંથી રૂ.17,000 ની કિંમતની પ્રતિબંધીત વિદેશી સિગારેટના 170 પેકેટો સાથે ગોપાલપુરીમા઼ રહેતા અને દીન દયાળ પોર્ટના ફાયર બ્રીગેડ વિભાગમાં ફરજ બજાવતા હેમંતકુમાર વિષ્ણુભાઇ પટેલની અટક કરીને કુલ 1.22 લાખનો મુદામાલ જપ્ત કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...