વટાણાના કન્સાઈમેન્ટ કંડલા અને મુંદ્રા બન્ને સ્થળે તાજેતરમાં પકડાઈ ચુક્યા છે. પ્રથમ દ્રષ્ટીએ હળવી લાગતી આ વાત સાથે ખેડુતોનું સ્થાનીક હીત, દેશની તીજોરીમાં આવક અને પોલીસી સાથે જોડાયેલી ગંભીર બાબત છે. હજી સુધી બન્ને મુખ્ય કાર્યવાહીમાં કોઇ મહત્વપુર્ણ કાર્યવાહી કસ્ટમ વિભાગ દ્વારા કરાઈ હોય તેવું જાણવા મળતું નથી. ગત મહિને મુંદ્રા પોર્ટ પર ડીઆરઆઈ દ્વારા એક મોટી કાર્યવાહીને અંજામ આપીને વટાણાનું કન્સાઈમેન્ટ ઝડપાયું હતું, તો આ પહેલા ગાંધીધામ પાસે આવેલા સીએફએસમાંથી પણ કન્ટૅનર ઝડપાયા હતા.
ફ્રેન્ડ્સ ગૃપના સીએફએસમાંથી કસ્ટમની એસઆઈઆઈબી દ્વારાજ કાર્યવાહી કરાઈ હતી. પરંતુ તેમાં કોઇનો ગુનોજ ન હોય તેમ કોઇની ધરપકડ કે કાર્ગો કબ્જે કરાયાની માહિતી મળવા પામતી નથી. વટાણાની આયાત પર ભારત સરકાર દ્વારા ખુબ મજબુત અંકુશ મુકવામાં આવ્યા છે.
જે પાછળ સ્થાનિક ખેડુતોને નુકશાનીનીનો સામનો ન કરવો પડે તે છે, પરંતુ તેને બાયપાસ કરીને કસ્ટમની નાક નીચે થી અથવા તો તેના આંખ આડા કાન સાથે કેટલાક કન્સાઈમેન્ટ નિકળી જતા હોવાની ચર્ચા થતી રહે છે. નિયમાનુસાર વટાણાને ભારતમાં આયાત કરવા હોય તો તે માત્ર કોલકતા પોર્ટ પર કરી શકાય છે, તે બાદ પણ અન્ય પોર્ટ પર તેની આયાત કરીને એક રીતે સામાન્ય દંડ સાથે માફી આપી દેવાની ઘટનાઓ પણ બની ચુકી હોવાનું સુત્રો જણાવે છે. તો આ કિસ્સાઓમાં 200 ડોલરનું કિંમત નિર્ધારણ પણ એક મોટી સમસ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.