હુકુમ:કંડલા હેરોઈન કેસનો મુખ્ય આરોપી પાલારા જેલ હવાલે, 1439 કરોડનું હેરોઈન આયાત કર્યાનો આરોપ

ગાંધીધામ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રિમાન્ડ પુરા થતાં જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલાયો

ગાંધીધામ નજીક સીએફએસમાંથી ઝડપાયેલા કરોડોના જંગી હેરોઈનના જથ્થાના મુખ્ય આયાતકારી આરોપીના રિમાન્ડ પુરા થતા તેને ભુજની કોર્ટમાં રજુ કરીને પાલારા જેલ હવાલે કરી દેવાયો હતો. ગત મહિને શહેર પાસેના એ.વી. જોશી સીએફએસમા ડીઆરઆઈ અને એટીએસ દ્વારા ઓપરેશન હાથ ધરીને 205 કિલો હેરોઈનનો જથ્થો ઝડપી પાડ્યો હતો. 1439 કરોડની કિંમત ધરાવતા આ જંગી જથ્થાને આયાત કરનાર કંપની બાલાજી ટ્રેડીંગના માલીક જોબનજીતસીંહ બલવીંદર સીંગને પંજાબના નાના ગામડામાંથી વિશેષ ઓપરેશન હાથ ધરીને પકડી લેવાયો હતો.

ત્યાં અમૃતસરની કોર્ટથી ટ્રાન્સીટ રીમાન્ડ હાંસલ કરીને ભુજની એનડીપીએસ કોર્ટમાં રજુ કરીને ગત 5 મે સુધીના 9 દિવસના રિમાન્ડ મેળવાયા હતા. જેની અવધી આજે પુર્ણ થતી હોવાથી બુધવારેજ આરોપી જોબનજીતને સાંજે ભુજની એનડીપીએસ કોર્ટમાં રજુ કરાયો હતો, જેને ત્યારબાદ ભુજની પાલારા જેલમાં જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી અપાયો હતો. ડીઆરઆઈ તરફેથી કેંદ્ર સરકાર નિયુક્ત સ્પે. પ્રોસિક્યુટર કલ્પેશ ગોસ્વામીએ ઉપસ્થિત રહીને દલીલો કરી હતી.

અન્ય સમાચારો પણ છે...