દીન દયાલ પોર્ટ ઓથોરિટીએ પોતાના બેઝીન જેટી એરીયામાં રિફાઈનરીમાં કામ લાગતી મહાકાય ચાર પાર્ટને રોલ ઓફ એટલે કે સફળતા પુર્વક હેંડલ કરીને દરીયાઈ મુસાફરીથી પોર્ટની જમીનમાં ઉતાર્યા હતા. સુપર ઓવર ડાયમેન્શન કાર્ગોના આ ચાર પુર્જાઓ રિફાઈનરીના ઉપયોગમાં આવે છે, જેને ડીપીએના ચેરમેન એસ.કે. મહેતાએ કંડલાથી રાજસ્થાનના બાડમેર જવા રવાના કરવા રીબીન કાપી હતી. સંભવિત પ્રથમ વાર આટલી મોટી સાઈઝના કાર્ગોને હેંડલ કરવામાં આવ્યો હતો, જે માટે ફીલીપાઈન્સથી વિશેષ ટીમ પણ આવી હોવાનું જાણવા મળે છે.
ચાર જમ્બો આ પુર્જાઓનું વજન 315, 200,240, 110 ટન હતું, ખાનગી પોર્ટમાં આ પ્રકારના કાર્ગોને હેંડલ કરવામાં જેટલો ખર્ચ આવી શકે, તેનાથી ખુબ ઓછા દરે અહી આ શક્ય બન્યું હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. આ કાર્ગો હજીરાથી એલએન્ડટી દ્વારા લોડ કરાયો હતો, જેના એચઆરઆરએલ રીસીવર, ડેઈગ્રો પ્રોજેક્ટ્સ પ્રા. લી. લોજીસ્ટીક્સ, મીસ્ટીક શીપીંગ સીએચએ તેમજ રામેશ્વર ટ્રાન્સપોર્ટ ટ્રાન્સપોર્ટર તરીકે રહ્યા હતા. કંડલા પોતાની કાર્ગો હેંડલિંગ ક્ષમતાની ક્ષિતિજોનો વિસ્તાર કરવાની દિશામાં અને વધુ યુઝર ફ્રેંડલી બનવાની દિશામાં સનિષ્ઠ પ્રયાસો દર્શાવી રહ્યું હોવાનો સુર પ્રવર્તી રહ્યો છે.
આ ઉપલબ્ધીના ઉપલક્ષમાં આયોજીત કાર્યક્રમમાં ચેરમેન મહેતા સાથે ડે. ચેરમેન નંદીશ શુક્લા, વિભાગી વડાઓ, સીઆઈએસએફ, જનસંપર્ક અધિકાર ઓમપ્રકાશ દાદલાણી ઉપસ્થિત રહ્યા હતા. પોર્ટ પ્રશાસન દ્વારા પોતાની કાર્યક્ષમતાઓને વધુ ખિલવવા માટે વિવિધ સ્તરીય પ્રયાસો કરાઇ રહ્યા હોવાનું જણાવાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.