તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શુભારંભ:કંડલાને વીજપુરવઠા માટે ખેંચાવું નહી પડે, નવું ટ્રાન્સફોર્મર શરૂ

ગાંધીધામ / કંડલા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અદ્યતન 10 મેગા વોલ્ટના ટીસીની શરૂઆત કરાઇ
 • પોર્ટની વર્તમાન 6.3 એમવીએ ક્ષમતા વધીને હવે 16.3 થઈ

ભાસ્કર ન્યૂઝ. | ગાંધીધામ / કંડલા ડીપીટી કંડલામાં વીજ પુરવઠાની આવશ્યકતા અને સપ્લાય વ્યવસ્થા વચ્ચે અંતર હોવાના કારણે વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાની સમસ્યાનો થતી હતી. જેને લક્ષીને પોર્ટ દ્વારા હવે 10મેગા વોલ્ટ એમ્પની ક્ષમતા ધરાવતા ટ્રાન્સફોર્મરની શરૂઆત કરાઈ હતી. પોર્ટના ડેપ્યુટી ચેરમેન નંદીશ શુક્લાએ પૂજન કરીને અધતન ટેક્નોલોજી ધરાવતા ટ્રાન્સફોર્મરની શરૂઆત કરાવી હતી. જે પોર્ટની સતત વધી રહેલી માંગને પહોંચી વળવામાં મદદરૂપ થશે અને પોર્ટ માટે વધુ આર્થિક લાભ આપનારુ રહેશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો હતો. આ ટીસીની શરૂઆત સાથે પોર્ટની વીજ પુરવઠો સપ્લાય કરવાની ક્ષમતા જે અત્યાર સુધી 6.3 એમવીએ હતી, તે વધીને 16.3 એમવીએ થઈ ગઈ છે. આ ઉદઘાટન કાર્યક્રમમાં ડે. ચેરમેન સાથે વિવિધ વિભાગીય વડાઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો