પ્રોત્સાહન:કંડલા એરપોર્ટને ‘ઉડાન’ સ્કીમમાં ઉત્તમ કાર્ય બદલ મળ્યું પ્રોત્સાહન

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવી શરૂ થયેલી મુંબઈની ફ્લાઈટ પણ જાય છે હાઉસફુલ
  • ​​​​​​​મહામારી બાદ દેશના માત્ર ચાર નફો રળતા એરપોર્ટમાંથી એક છે કંડલા

દેશ જ્યારે કોરોના કાળની મહામારીથી પસાર થયું ત્યારે ઉધોગ હોય કે પર્યટન તમામ ક્ષેત્રોને તેને ખુબ અંદર સુધી હાની પહોંચાડી. પરંતુ આ વિષય પરિસ્થિતિઓમાં પણ જે દેશના માત્ર ચાર એરપોર્ટએ નફો રળ્યો, તેમાં કંડલા એરપોર્ટ સામેલ છે. જેને મંત્રાલય અને ઓથોરીટી દ્વારા પ્રોત્સાહન પત્ર અપાયો હતો.

કંડલા એરપોર્ટ પર હાલ અમદાવાદ, દિલ્હી અને મુંબઈ માટે બે ફ્લાઈટ ઓપરેટ થઈ રહી છે. આમ ચાર વીમાની સેવા ધરાવતા આ એરપોર્ટમાં દરેક ફ્લાઈટમાં પ્રવાસીઓનો ધસારો પણ નોંધપાત્ર રીતે વધુ રહે છે. તાજેતરમાં લોકસભામાં પુછાયેલા પ્રશ્નનો જવાબ આપતા કેંદ્રીય ઉડ્ડયન વિભાગે જણાવ્યું હતું કે કોરોના કાળ બાદ દેશભરમાંથી માત્ર ચારજ એરપોર્ટ નફો કરી રહ્યા છે, તેમાંથી કંડલા એરપોર્ટ એક છે. આ અંગે એરપોર્ટ ડાયરેક્ટર સંજીવ મંઘલે સહમતી આપતા આ માટે સહુ સ્થાનિક વેપારીઓ, લોકો અને પ્રવાસીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ઓથોરીટી દ્વારા દેશના વિકાસશીલ એરપોર્ટને પ્રોત્યાહન પત્ર અપાયો છે.

મુંબઈની ફ્લાઈટને તકનીકી કારણોસર કંડલાથી ખાલી ઉડાવવી પડી હતી
કંડલાથી મુંબઈ માટે શરૂ થયેલી ફલાઈટમાં બે દિવસ અગાઉ તકનીકી કારણો ઉભા થતા કંડલા એરપોર્ટ પર ઉતર્યા બાદ પણ પ્રવાસીઓને તેમાં ચડાવાયા નહતા અને ફ્લાઈટને રદ ઘોષીત કરાઈ હતી. જે પાછળ માત્ર ટેક્નીકલ કારણોજ હોવાનો રાગ વિભાગ દ્વારા આલાપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...