આયોજન:સેઝના હજારો કર્મચારી અને શ્રમિકોમાં જ્યૂસ વિતરણ કરાયું

ગાંધીધામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ‘ચહેરા પર સ્મીત’ પ્રોજેક્ટ અંતર્ગત આયોજન

ગાંધીધામ પાસે 25 હજારથી વધુ લોકોને રોજગારીની તકો આપતા કંડલા સ્પેશિયલ ઈકોનોમીક ઝોનમાં રાઉન્ડ ટેબલ ઈન્ડીયા સંસ્થા દ્વારા ‘દરેકના ચહેરા પર સ્મીત’ પ્રોજેક્ટ અંતર્ગત હજારો કર્મચારીઓ અને શ્રમિકોમાં જ્યૂસ પેકેટનું વિતરણ કરાયું હતું. આ આયોજન ત્યારે કરાયું જ્યારે દિવસભરનું કામ પતાવીને કર્મીઓ અને શ્રમિકો કાસેઝથી બહાર નિકળી રહ્યા હતા, જેથી કોરોના સંલગ્ન માર્ગદર્શીકાનું પણ પાલન થાય. ઝોનલ ડીસી ડો. અમીયા ચંદ્રા, ડીડીસી સત્યદીપ મહાપાત્રા, ડેપ્યુટી ડીસી દીપક ઝાલા, કમિશનર અરુણ કુમાર, કાસેઝીયા વતી રાજકુમાર ચેલાણી, મુકેશ પારેખ તેમજ પીઆરઓ બીનોદ મંડલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...