મીઠાનો જથ્થો લોડ કરતા બની ઘટના:દીન દયાલ પોર્ટની જેટી નં. 14 પર લોડરે પ્રૌઢને અડફેટે લેતા કાળ આંબ્યો

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દીન દયાલ પોર્ટની જેટી નં. 14માં લોડર જેસીબીએ અકસ્માત કરતા પ્રોઢ વ્યક્તિનું ગંભીર ઈજાઓના કારણે મોત નિપજ્યું હતું. જે અંગે કંડલા મરીન પોલીસ સ્ટેશને નોંધ કરાવી હતી, નોંધવુ રહ્યું કે પોર્ટની જેટીઓમાં અકસ્માતોનો સીલસીલો સતત વધી રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે.

દીન દયાળ પોર્ટમાં સતત ધમધમાટ ચાલી રહ્યો છે. કોરોના કાળમાં પણ પોર્ટની મુવમેન્ટને અસર ન થાય તે માટે પગલા ભરવામાં આવ્યા હતા. કાર્ગો હેન્ડલીંગની દિશામાં કરાતી કાર્યવાહીમાં ક્યારેક જોખમ બને છે. કંડલા મરીન પોલીસ મથકે એ.વી. જોશી કંપનીમાં સુપરવાઈઝરની જવાબદારી નિભાવતા પ્રકાશભાઈ ચલચલાણીએ લોડર જેસીબીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવતા જણાવ્યું હતું કે સોમવારના મીઠાનું શીપ લાગેલુ હતું. જેને ખાલી કરાવવાની પ્રક્રિયામાં જગદીશસિંહ જોરુભા જાડેજાએ બપોરના ત્રણ વાગ્યાના અરસામાં કંપનીનું લોડર જે.સી.બી. ના ચાલકે કબ્જાનું લોડર અડફેટમાં લઈને તેમના શરીરમાં જમણી બાજુ વ્હિલ ચડી જતા માથા અને છાતીમાં ગંભીર ઈજા થઈ હતી. જેથી અકસ્માત કરનારા લોડર કે જેનો ચાલક ગુમાનસિંહ સોઢા હતા. જે અંગે જાણા કરતા અમ્બ્યુલન્સને જાણ કરાઈ હતી અને જગદીશ સિંહને રામબાગ હોસ્પિટલમાં લઈ આવતા માથા અને મોઢા, છાતીમાં ઈજા થતા મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું હતું. જેથી લોડર ચાલક વિરુદ્ધ કંડલા મરીન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

પોર્ટની જેટીમાં વધી રહ્યા છે અકસ્માતના બનાવોઃ વ્યવસ્થાનો અભાવ
દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ, કંડલાની જેટીઓ પર અને તેની સામે અકસ્માતના બનાવોની સંખ્યા સતત વધી રહી છે. ગત થોડા સમયમાંજ એવા અકસ્માતો સામે આવ્યા જેમાં મહામુલી માનવ જીંદગી પણ લોકોએ ગુમાવવી પડી હોય. ડીપીટીના જુદા જુદા કર્મચારી યુનિયનો દ્વારા પણ અવારનવાર કામદારોની સલામતીના મુદ્દે રજૂઆતોનો દોર ચલાવવામાં આવે છે. કામદારોને જરૂરી સુવિધાઓ પુરી પાડવા ડીપીટી દ્વારા કેટલક પગલા પણ ભરવામાં આવી રહ્યા છે. પરંતુ કેટલીક વખત પોર્ટ યુઝર્સ કે અન્ય ખાનગી એજન્સીની બેદરકારીને કારણે પણ કામદારોના જાનનું જોખમ થાય છે. જે અંગે ડીપીટી પ્રશાસને કડક હાથે કામ લઇને હવે આવી રીતે બનતા બનાવોમાં અંકુશ આવે તે દિશામાં વધુ કડક કાર્યવાહી કરવાનો સમય પાકી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...