ભાસ્કર વિશેષ:12 વર્ષથી ‘જનતા કા રાજા’નું કરાય છે આયોજન

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામ- આદિપુરમાં માટીના ગણપતિનું સ્થાપન કરી જુદી જુદી સંસ્થા કરે છે મહોત્સવ

સંકુલમાં ગણપતિની પીઓપીની મૂર્તિના બદલે માટેની મૂર્તિનો ક્રેઝ ભક્તોમાં વધી રહ્યો છે અને પર્યાવરણ બચાવવા પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સંકુલમા ઠેરઠેર ગણપતિ બાપ્પાનું હાલ સ્થાપન કરાયું છે તેમાં ધણાં વિસ્તારોમાં માટીના ગણપતિનો આગ્રહ રાખવામા આવી રહ્યો છે. વળી ઉગતી પેઢી બાળકોમાં પણ પર્યાવરણ બચાવવાના અભિયાનના ભાગરૂપે માટીના ગણેશના સ્થાપન માટે બે વર્ષથી જાગૃતિ આવી રહી છે.

ગાંધીધામના જનતા કોલોની વિસ્તારમાં છેલ્લા 12 વર્ષેથી સાર્વજનીક ગણેશ મહોત્સવનું આયોજન કરાય છે. ‘જનતા કા રાજા’ તરીકે થતી આ ઉજવણીમાં સ્થાનિક જનતા કોલોનીના મિત્રો દ્વારા વિવિધ પ્રકારના દસ દિવસ સુધી આયોજન કરવામાં આવી રહ્યા છે. વિશ્વ સિંધી સેવા સંગમ દ્વારા ગળપાદર મધ્યે આવેલ જેલમાં ગણપતિની મહા આરતી કરવામાં આવી હતી. સાથે સાથે ત્યાંના જેલર ગોહિલના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ સિંધી સેવા સંગમના મનોજ મૂલચંદાણી, સુજાતા પ્રધાન,રાજુ ચંદનાણી, દેવ મોહીનાની, પૂજા પરીયાણી,પાયલ પ્રધાન, રમેશ પ્રધાન, શૈલેશ રામચંદાણી, મમતા, નિર્મલા વગેરે જોડાયા હતા.

ગણેશજીની સ્થાપન ભારત નગરમાં રહેતા કનૈયાભાઇ સોનીને ત્યાં છેલ્લા 12 વર્ષથી કરવામાં આવે છે. ભજન અને બાળકો માટે સંસ્કૃતિ કાર્યક્રમ પણ યોજવામા આવે છે. છેલ્લા ચાર વર્ષથી પર્યાવરણને ધ્યાનમાં રાખીને ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે.માટીના પાર્થિવ ગણેશ મહારાજની સ્થાપના ભારતનગરમાં 10મા વર્ષે પણ જયરામ કરસનભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે. મુર્તિ તેમની દિકરી તોરલ અને દિકરા યશએ બનાવી છે. ઘરનાં જ વેસ્ટ માં થી બેસ્ટ રીતે શણગાર કરેલ છે. ઈકો ફ્રેન્ડલી ગણેશ મહોત્સવને મહાલવા અનુરોધ કરાયો છે‌

અન્ય સમાચારો પણ છે...