ઉજવણી:સંકુલમાં નવરાત્રિ મહોત્સવમાં જામતી રાસ-ગરબાની રમઝટ

ગાંધીધામ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જુદા-જુદા વિસ્તારોમાં માતાજીની આરાધના પછી ખેલૈયાઓ નવરાત્રિમાં ઝુમ્યા
  • પરંપરાગત પહેરવેશમાં​​​​​​​ સંગીતના તાલે ઝુમતા શહેરીજનો

ગાંધીધામ-આદિપુરમાં કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરી ઠેરઠેર નવરાત્રીની ઉજવણીનું આયોજન કરાયું છે. આ વર્ષે પ્રોફેશનલ ગરબાને મંજૂરી ન મળતાં શેરી ગરબામાં ખેલૈાઓ માતાજીની આરાધના કરવામાં મશગૂલ બન્યા છે. કાકુભાઇ પરીખ સ્કુલમાં હર્ષોઉલ્લાસથી નવરાત્રી સમારોહ ઝણકાર મનાવવામાં આવ્યો હતો. જજ તરીકે ડિમ્પલ આચાર્ય, શ્વેતા મહેતાએ સેવા આપી હતી. સ્કુલની નાની-મોટી જગદંબિકાઓએ માં અંબેની આરાધના કરી હતી. ગરબે રમતા છાત્રો અને શિક્ષકો તેમજ વાલીઓ માટે બેસ્ટ પર્ફોર્મન્સ, બેસ્ટ ડ્રેસ માટે ભેટ આપવામાં આવી હતી.

સંસ્થાના ચેરમેન મયંક પરીખ, રજની જોષી, આચાર્ય ડો.જ્યોતિ ચતુર્વેદી વગેરેએ ઉપસ્થિત રહી શુભકામના પાઠવી હતી. 9/બી નવરાત્રી મંડળ દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ નવરાત્રી નું આયોજન કરવામાં આવેલ છે. આ નવરાત્રી છેલ્લા 25 વર્ષો થી સતત કરવામાં આવી રહી છે.

આ નવરાત્રી મંડળ માં વડીલો પૂનમ ચંદ મારાજ, હસમુખ મારાજ, મનુભા મૂળુભા જાડેજા, નવીનભાઈ પ્રજાપતિ, શંકરભાઈ દક્ષિણી વગેરેના માર્ગદર્શન હેઠળ અજીતસિંહ મુળુભા જાડેજા, મહેન્દ્રભાઈ દરજી, ઉપેન્દ્રભાઈ, મહેન્દ્રભાઈ ફોટા વારા, ઉદયસિંહ ચૌહાણ, ધમભા મનુભા જાડેજા, મહાવીરસિંહ મનુભા જાડેજા, યુવરાજસિંહ અજીતસિંહ જાડેજા, કાનો પ્રજાપતિ, મેહુલ પ્રજાપતિ વગેરે દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.તો, સુભાષ નગર વોર્ડ 8 એ / બી ની નવરાત્રી છેલ્લા 15 થી થાય છે.

માતાજી ના ગરબા , હિચ ,તોટોડો , તાડી જેવા તાલ પર ગરબા કરવા માં આવે છે. આ નવરાત્રી માં મધુકાંતભાઈ શાહ , શંકરભાઈ દક્ષિણી , કાઉન્સિલર ભરતભાઈ મીરાની, વિરજીભાઈ પ્રજાપતિ, કમલભાઈ શર્મા ,દેવરાજભાઈ મહેશ્વરી એ ઉપસ્થિતિ આપી માતાજી ના દર્શન કર્યા હતા.

આ નવરાત્રી નો પાયો વર્ષો પેલા રાજીવ શર્મા , પંકજભાઈ જૈન , અનિલ ભાઈ ઓઝા, હરેશભાઈ ગઢવી દ્વારા કરવા માં આવ્યો હતો જે આજે પણ કાયમ છે. આ નવરાત્રી ને સફળ બનવા સુભાષ નગર સમિતિ ના મંત્રી જયેશ ભાઈ બારોટ, પ્રમુખ રાજીવ શર્મા, સહ પ્રમુખ પંકજ જૈન, શૈલેષ પૂજારા, સંજય રાઠોડ. અશોક ચૌધરી ગૌરવ દવે , સત્વંત સિંહ વગેરે સહયોગ આપ્યો હતો.

જ્યારે દુર્ગાષ્ટમીએ સતકર્મ ટ્રસ્ટ દ્વારા બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. વેજિટેબલ પુલાવ, સેવ-બૂંદી, ભાવનગરી ગાંઠીયાના દાતા અશોક મોતિયાણી અને તેમના પત્ની આરતીબેન મોતિયાણી રહ્યા હતા. આયોજનમાં હરેશ મૂલચંદાણી અને શિવ મંદિર ઝૂંપડપટ્ટીના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.

ગાંધીધામમાં જિલ્લાની સૌથી જૂની દુર્ગાપુજાની ઉત્સાહપુર્વક ઉજવણી

કચ્છભરમાં સૌથી પહેલા ગાંધીધામ ખાતે બંગાળી સમાજ દ્વારા દુર્ગાપુજાની શરૂઆત કરાઈ હતી. બંગાળી એસોસીએશન (કચ્છ) ના પ્રમુખ સુરોજીત ચક્રબોર્તીએ જણાવ્યું કે આ વ₹ર્ષે 47મી વાર શહેરની દુર્ગાવાડી ખાતે દુર્ગાપુજાની ઉજવણી થઈ રહી છે. સંકુલમાં વસતા 200 જેટલા બંગાળી પરિવારો સાથે દરેક નગરજનો દર વર્ષે તેનો ભાવપુર્વક લાભ લે છે, પરંતુ આ વખતે કોરોનાના કારણે સરકારી નીતી નિયમોને ધ્યાનમાં રાખીને ઈનહાઉસ આયોજન કરાયું છે. જેમાં દરેક વ્યક્તિ માસ્ક પહેરે, સેનેટાઈઝરનો ઉપયોગ કરે તેનું ધ્યાન રખાઈ રહ્યું છે.

તા.11 ઓક્ટોબરથી શરૂ થયેલી આ ઉજવણીમાં મહા સષ્ઠી પુજા, અધીબાસ, નવપત્રીકા પ્રવેશ, પુષ્પાંજલી, સંધ્યા આરતી સહિત મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તો દુર્ગાષ્ટમી એક મહત્વપુર્ણ પડાવ હોવાથી તેની મહા અસ્ટમી પુજા, પુષ્પાંજલી અને પારંપરીક આરાધના કરવામાં આવી હતી. આ વર્ષે પ્રોટોકોલને ધ્યાને રાખીને વિસર્જન સમયે ઝુલુસ નહિ કાઢીને સમાજનાજ લોકો પ્રતિમાને પોતાની રીતે વિસર્જીત કરશે.

અન્ય સમાચારો પણ છે...