ભુજ:ભચાઉમાં બે ખેલી અઢી લાખના મુદ્દામાલ સાથે જબ્બે, બે ફરાર

ગાંધીધામ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પૂર્વ કચ્છના ભચાઉમાં ધાણી પાસાનો જુગાર રમી રહેલા બે ખેલી રૂ.2.50 લાખના મુદ્દામાલ સાથે પકડાઇ ગયા હતા તો બે આરોપી નાસી ગયા હતા, તો અંજારના વીડી ગામે તીનપત્તીનો જુગાર રમી રહેલા 9 શકુની શિષ્યોને પોલીસે 18 હજારના મુદ્દામાલ સાથે પકડી ગુનો નોંધ્યો હતો.

અંજારના વીડી ગામેથી પણ 9 પકડાયા 
ભચાઉની સદ્દભાવના હોસ્પિટલ પાછળ આવેલા કોલીવાસમાં ગત સાંજે ધાણી પાસાનો જુગાર રમી રહેલા ઉમેશ મોહનભાઇ ગોહિલ અને અશોક બાબુલાલ લોડરિયાને રૂ.2.50 લાખના ત્રણ વાહન, રૂ.1,070 રોકડ અને બે મોબાઇલ સહિત કુલ રૂ.2,50,000 ના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા તો સિતારામપુરામાં રહેતો જેરીયો કોલી અને જીજે-12-એઇ-0518 નંબરની કારનો ચાલક બે જણા ફરાર થઇ ગયા હતા. ભચાઉ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી. તો અંજાર તાલુકાના વીડી ગામના ઇન્દિરાવાસમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા શામજી બાબુભાઇ કોલી, ઇબ્રાહિમ ઇલિયાસ શેખ, અકબર જુસબ ઉનન્ડ, સુનિલ સુમારભાઇ કોલી, સલીમ ઇસ્માઇલભાઇ ચાવડા, નાનજી જીવાભાઇ કોલી, રસીદ ઇલીયાસ શેખ, ઇકબાલ અબ્દુલભાઇ જત અને અલીમામદ જુમાભાઇ સમેજાને રૂ.13,230 રોકડ, રૂ.5,500 ની કિંમતના 6 મોબાઇલ મળી કુલ રુ.18,730 ના મુદ્દામાલ સાથે પકડી લઇ તેમના વિરુધ્ધ અંજાર પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...