તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ભચાઉની કંપનીમાંથી ચોરી કરનાર બે 1.70 લાખના માલ સાથે જબ્બે

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોરીને અંજામ આપનાર ચાર આરોપી હજુ પોલીસ પકડથી દૂર

ભચાઉ પાસે આવેલી સ્વસ્તિક પ્લાય કંપનીમાં થયેલી ચોરીને અંજાર આપનાર બે તસ્કરોને સ્થાનિક પોલીસે રૂ.1.70 લાખના ચોરાઉ મુદ્દામાલ સાથે પકડી લઇ ભેદ ઉકેલ્યો હતો. જો કે, આ ચોરીના ગુનામાં હજી ચાર આરપીઓ પોલીસ પકડથી દૂર રહ્યા છે.

ભચાઉ પોલીસ મથકના પીઆઇ જી.એલ.ચૌધરીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, સ્વસ્તિક પ્લાયવુડ કંપનીમાંથી થયેલી ચોરીનો મુદ્દામાલ જુની મોટી ચીરઈ થી નવી મોટી ચીરઈ ગામ વચ્ચે આવેલા ભારત બેન્ઝ શો રૂમની બાજુના ભંગારના વાડામાં સંતાડેલ છે અને હાલે તે ચોર ઈસમો મુદ્દામાલ સગે વગે કરવાની પેરવીમાં હોવાની બાતમી તેમને મળી હતી.

જે બાતમી આધારે તાત્કાલિક બાતમી વાળી જગ્યાએ જઈ તપાસ કરતાં જુની મોટી ચીરઇના બાબુભાઇ બીજલભાઇ દેવીપૂજક અને ભીમજી જેમલભાઇ કોલીને સ્વસ્તિક કંપનીમાંથી ચોરેલા રૂ.1,70,000 ની કિંમતના 2.5 ટન વજનના લોખંડના 85 એંગલ સાથે પકડી લઇ રૂ.15,000 ની કિંમતના બે મોબાઇલ સહિત કુલ રૂ.1,85,000 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી કરી હતી. જો કે, આ ચોરીને અંજામ આપનાર લુણવાના માવજી રામજી કોલી, ધનજી જખુભાઇ કોલી, તરશી ધનજી કોલી અને વોંધના અકબર દાઉદ ઘાંચીને પકડવાના બાકી હોવાનું તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...