પોલીસની કાર્યવાહી:કિડાણા બસ સ્ટેશન પાસેથી 39 દારૂની બોટલ સાથે જબ્બે

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામના કિડાણા ગામના બસ સ્ટેશન પાસે ઓટો રીક્ષામાંથી પોલીસે દારૂની 39 બોટલ ઝડપી પાડી હતી. આ સાથે કાર્યવાહીમાં એક વ્યક્તિ ઝડપાયો હતો.

ગાંધીધામની બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા બાતમીના આધારે કિડાણા ગામના બસ સ્ટેશન પાસે વોચ ગોઠવી હતી. જેમાં મળેલી બાતમી અનુસાર ઓટો રીક્ષામાં દારુના જથ્થાનું આદાન પ્રદાન થવાનું હતું, જે આધારે પોલીસે રાખેલી વોચ દરમ્યાન મંગળવારના રાત્રે બાતમી અનુસારની ઓટો રીક્ષા પસાર થતા તેને થોભાવીને તપાસ હાથ ધરાઈ હતી. જેમાં અલગ અલગ બ્રાંડની 39 દારુની બોટલ કે જેની કિંમત 75 હજારથી વધુ થવા જાય છે, તે જથ્થો ઝડપી પાડ્યો હતો. કાર્યવાહીમાં આરોપી રવિન્દ્ર જયરામભાઈ સીજુ (રહે. કરણીજીનગર, કિડાણા) ને પોતાની ઓટો રીક્ષામાં આ જથ્થો લઈ જવા અને આરોપી કાનજી ડાયા સુન્ઢા પાસેથી તે જથ્થો લેવા બાબત ગુનો પોલીસે નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...