દારૂ જપ્ત:નૂરી મસ્જિદ સામેના કટ પાસે 87 હજારના દારૂ સાથે કાર ચાલક જબ્બે

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક પોલીસે ગાડી અને મોબાઇલ સહિત રૂ.4.43 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

ગાંધીધામ-ભચાઉ હાઇવે પર નૂરી મસ્જિદ સામેના કટ પર ભચાઉથી કારમાં ગાંધીધામ લઇ અવાતા રૂ.87 હજારના વિદેશી દારૂ સાથે 1 ધંધાર્થીને પોલીસે પકડી લીધો હતો. ગાડી અને મોબાઇલ સહિત રૂ.4.43 લાખનો મુદ્દામાલ કબજે કરી સ્થાનિક પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.

બી-ડિવિઝન પીઆઇ એસ.એન.કરંગીયાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, તેમની ટીમ સાથે પેટ્રોલિંગ કરાઇ રહ્યું હતું તે દરમિયાન ગત રાત્રે બાતમી મળી હતી કે, એક સફેદ કલરની સ્વિફ્ટ કારમાં અંગ્રેજી શરાબનો જથ્થો ગાંધીધામ આવી રહ્યો છે. આ બાતમીના આધારે નૂરી મસ્જિદ સામેના કટ પાસે વોચ ગોઠવી 10 વાગ્યાના અરસામાં બાતમી મુજબની કાર આવતાં તેને રોકી તલાશી લેતાં કારમાંથી રૂ.87,600 ની કિંમતના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 204 બોટલો મળી આવતાં મુળ રાજસ્થાનના હાલે કાર્ગો ઝૂંપડા યાદવનગરમાં રહેતા વાલારામ વગતારામ ચૌધરીની અટક કરી રૂ.3,50,000 ની કિંમતની કાર તથા રૂ.5,500 ની કિંમતના મોબાઇલ સહિત કુલ રૂ.4,43,100 નો મુદ્દામાલ કબજે કરી તેના વિરુધ્ધ ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરાઇ છે. પીઆઇ સાથે એએસઆઇ કિર્તી ગેડિયા, હેડકોન્સ્ટેબલ સામતભાઇ, હાજાભાઇ મહિપાર્થસિંહ ઝાલા સહિતનો સ્ટાફ જોડાયો હતો. સંકુલમાં દારૂની બદી બંધ કરાવવા પોલીસ દરોડા પાડી મથામણ કરે છે પરંતુ કોઇ પરિણામ જોવા નથી મળતું.

ક્રોમા શોરૂમ પાસે બાઇકમાંથી દારૂની 7 બોટલ મળી આરોપી છૂ
ગત સાંજે એ-ડિવિઝન પોલીસ મથકની ટીમને બાતમી મળી હતી કે, ભારતનગરના કૈલાશનગરમાં રહેતો ભુરાભાઇ ગાંડાભાઇ સીરૂડીયા પોતાના બાઇકમાં વિદેશી દારૂની બોટલો લઇને ક્રોમા શોરૂમ પાસે આવવાનો છે. આ બાતમીના આધારે ત્યાં પોલીસ પહોંચી ત્યારે બાતમી મુજબનું બાઇક દેખાતાં તલાસી દરમિયાન તેમાં રાખેલી રૂ. 2,625 ની કિંમતના વિદેશી શરાબની 7 બોટલો મળી આવી હતી પણ આરોપી ભુરાભાઇ હાથમાં આવ્યા ન હતા.

ઇન્દિરાનગરમાં દેશી દારૂ સહિત 4 હજારનો મુદ્દામાલ મળ્યો
ઇન્દીરાનગરમાં રહેતા નીતાબેન રાજુભાઇ કોલી પોતાની રહેણાક ઓરડીમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ગાળી વેંચાણ કરતા હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે તેની ઓરડીમાં દરોડો પાડતાં રૂ.2,800 ની કિંમતનો 1400 લીટર દેશી દારૂ બનાવવાનો આથો, રૂ.300 ની કિંમતનો તૈયાર દેશી દારૂ, રૂ.1,100 ની કિંમતના 11 બેરલ, એલ્યુમીનિયમના ઘમેલા સહિત કુલ રુ.4,400 નો મુદ્દામાલ મળી આવ્યો હતો પણ આરોપી મહિલા દરોડા સમયે હાજર મળી ન હતી.

અન્ય સમાચારો પણ છે...