તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અવ્યવસ્થા:અંજારની એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવાની નોબત આવી!

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષોથી ગાંધીધામ પાલિકા પર ભાજપનો કબ્જો પણ લોક સુવિધાના આયોજનનો અભાવ
  • મહામારીના સમયમાં લોકોનો સુવિધા માટે કરવી પડે છે રઝળપાટ

ગાંધીધામ નગરપાલિકાના ગેરવહીવટને કારણે લોકોને હાડમારી નો સામનો કરવો પડે છે .વર્ષોથી ભાજપનો કબજો હોવા છતાં આરોગ્ય સહિતની જુદી જુદી સુવિધા ઉપલબ્ધ કરાવવા જે તે સમયના પદાધિકારીઓને રસ ન હોવાની છાપ લોકોમાં પડી રહી છે .સમ ખાવા પૂરતી એમ્બ્યુલન્સ પણ વસાવવા માટે પાલિકાની તૈયારી ન હોય તે કેવી કમનસીબી કહી શકાય. હાલ રોજની સરેરાશ 5 થી વધુ વરધી આવી રહી છે. શબ વાહિની ન હોય ગાંધીધામ નગરપાલિકા અંજાર પાલિકાનું વાહન ઉપયોગ કરીને આત્મનિર્ભર બની હતી હવે દાતાએ શબ વાહીની ફાળવી છે.

ગાંધીધામ સંકુલમાં કોરોના નો વ્યાપ વધી રહ્યો છે .લોકો પ્રાથમિક માટે મેડિકલ સુવિધા મેળવવા માટે પણ આકુળ વ્યાકુળ બની ગયા છે .અંદાજે સાડા ત્રણ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરમાં મહાનગરપાલિકા બનાવવા માટે માંગણી પણ ઉઠી ચૂકી છે પરંતુ ભાજપની નેતાગીરી પાણી બતાવી શકે તેમ ન હોવાથી આ મુદ્દો પણ અભરાઈએ ચઢાવી દીધો છે.

વર્ષોથી પાલિકા પર કબજો જમાવી બેઠેલા ભાજપ દ્વારા જે તે સમયે લોકોની સુવિધા ઊભી થાય તે માટે પ્રયત્નો કરવા જોઈએ તેમાં ઉણપ ઊડીને આંખે વળગે છે. જે તે સમયે પ્રજાના પૈસા નો યોગ્ય સુવિધા લક્ષી ખર્ચ થાય તે માટે આયોજન કરવા જોઈએ તેને બદલે આડેધડ આયોજન કરીને લોકોના પૈસા નો વેડફાડ કરવામાં જે તે સમયના શાસકો સક્રિય ભૂમિકા ભજવી ચૂક્યા છે. ન

વા આવેલા પદાધિકારીઓ લોકહિતના જે બાકી રહી ગયા છે તેના અગાઉના શાસકો દ્વારા વારસામાં આપવામાં આવેલ સમસ્યાઓનો નિકાલ કરવા માટે કટિબદ્ધતા દાખવે તે જરૂરી બન્યું છે. જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ હાલ એમ્બ્યુલન્સની આવશ્યક સમયે લોકોને અન્ય સંસ્થાઓની મદદ લેવી પડે છે. કેટલીક વખત જે તે સંસ્થાઓમાં એમ્બ્યુલન્સની વધુ હોય વર્ધી હોતો મોડુ પણ થતું હોવાની બૂમ ઉઠે છે.વિપક્ષ દ્વારા પણ એમ્બ્યુલન સહિતની સુવિધા ઉભી કરાય તે માટે માંગણી અગાઉ કરાઇ હતી.

એમ્બ્યુલન્સ સાથે મેડિકલનો સ્ટાફ ફાળવવો પડે : પ્રમુખ
પાલિકાના પ્રમુખ ઇશિતા ટિલવાણીએ જણાવ્યું હતું કે, એમ્બ્યુલન્સની સુવિધા માટે હાલ કોઇ વિચારણા નથી. સરકાર દ્વારા આપવામાં આવેલી 108 ની સુવિધામાં વધુ એક એમ્બ્યુલન્સ રામબાગને ફાળવવામાં આવી છે. એમ્બ્યુલન્સ વસાવવામાં આવે તો તબીબી સ્ટાફ સહિતની જોગવાઇ પણ કરવી પડે છે.

પાલિકાને એમ્બ્યુલન્સ અને શબવાહીની ફાળવો: ઉપપ્રમુખ
વર્ષે 200 કરોડથી વધુનું અંદાજપત્ર તૈયાર કરનાર ગાંધીધામ નગરપાલિકા પાસે આરોગ્ય ક્ષેત્રે એમ્બ્યુલન્સ અને શબવાહીની નથી તે યોગ્ય ન કહી શકાય. અગાઉ આ બાબતે માગણી પણ થઇ હતી. દરમિયાન પાલિકાના ઉપપ્રમુખ બળવંત ઠક્કરે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીને પત્ર પાઠવીને તેની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સ અને શબવાહીની તાકીદે ફાળવવા માગણી કરી છે જ્યારે ઠક્કરે આ ઉપરાંત સંસદ સભ્ય વિનોદ ચાવડાને પણ પત્ર પાઠવી તેની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સ ફાળવવા માગણી કરી છે.

ગાંધીધામ નગરપાલિકાને દાતાએ શબવાહિની અર્પણ કરી
નગરપાલિકા પાસે આરોગ્ય લક્ષી સુવિધાઓનો અભાવ હોવાના કારણે અનેકવખત પ્રશ્નો ઉભા થાય છે, સંકુલમા કેટલીક સંસ્થાઓ અને મંડળો દ્વારા એમ્બ્ન્યુલન્સની સેવાની સાથે શબવાહિની સેવા પણ ચાએ છે, પરંતુ પાલિકા પાસે આ સુવિધા ન હોવાથી આખરે દાતા દરબાર વેસ્ટ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી રહેલી શબવાહિની થકી હવે અંતિમ ક્રીયા માટે આ સુવિધા ઉપલબ્ધ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...