તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકો પરેશાન:કોરોનાની રસીનો પુરવઠો બંધ થઇ જતાં રસીકરણ કેંદ્રો બંધ કરવાની નોબત આવી

ગાંધીધામ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બીજા ડોઝ માટે લોકો ભટક્યાઃ ગાંધીધામ તાલુકામાં રોજ માત્ર 300 જેટલીજ રસી અપાય છે

એક તરફ જ્યાં સરકાર બધાને વેક્સિન લેવાનો આગ્રહ કરી રહી છે તો બીજી તરફ તેની ખપત જેટલી રસી લોકો સુધી પહોંચાડવામાં નિષ્ફળ નિવડી રહી છે. ગાંધીધામ તાલુકામાં સરેરાશ રીતે રોજનું માત્ર 300 જેટલા લોકોનું રસીકરણ થઈ રહ્યું છે. જ્યારે કે ઘણા લોકો તે માટે રાહ જોઇ રહ્યા છે. ગાંધીધામ તાલુકામાં સરેરાશ રોજના 300 જેટલા વેક્સિનના ડોઝ અપાઈ રહ્યા છે. જેની સામે બહોળી સંખ્યામાં લોકો રસી લેવા રાહ જોઇ રહ્યા છે. આ માટે ઓનલાઈન બુકિંગ વ્યવસ્થા શરુ કરાઈ છે, જેમાં માત્ર 100 જેટલા લોકોનું બુકિંગ શરૂ કરાય છે, જે શરૂ થયાની મીનીટોમાંજ ફુલ થઈ જાય છે.

ઉપરથી અપુરતા આવી રહેલા વેક્સિનના સ્ટોકથી લોકો પરેશાન થઈ રહ્યા છે. કેટલાક અગાઉથી નિશ્ચીત વેક્સિન કેમ્પોને રદ કરવાની નોબત આવી છે તો 18 થી વધુની આયુ માટે માત્ર એકાદ બે સેન્ટરોમાંજ પ્રક્રિયા ચાલી રહી છે. 45થી વધુ આયુના ટાર્ગેટ હજી પુર્ણ થયેલો ના હોવાથી તેને પુરો કરવાના પ્રયાસો ચાલી રહ્યા હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. એક ડોઝ લગાવી ચુકેલા અને બીજા ડોઝનો સમય આવી જતા તેવો પણ બીજા ડોઝ માટે ઠેર ઠેર ભટકી રહ્યા છે. પણ તે પ્રક્રિયા પણ હાલ વેક્સિનની સપ્લાયના અભાવે બંધ થઈ હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો