સોદા બગાડવા ભારે પડી ગયા:ભચાઉમાં માલેતુજાર બનેલા શેઠને મેથીપાક ખાવાનો વારો આવ્યો

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જમીન લે-વેંચના વ્યવસાયમાં બીજાના સોદા બગાડવા ભારે પડી ગયા

ભચાઉના એક માલેતુજાર શેઠને જમીન સોદામાં વધુ પૈસા કમાવવાની લાલચે મેથીપકનો સોદાને બદલે સ્વાદ ચાખવો પડ્યો હતો. જો કે આ ઘટના બાબતે પોલીસ ચોપડો કોરો રહ્યો હતો.

આ બનાવની સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગ્રામ્ય વિસ્તારમાંથી ભચાઉમા આવી સ્થાઇ થયેલા એક માલેતુજાર શેઠ પોતાના અન્ય વ્યવસાયો સાથે જમીન લે વેચના ધંધામાં વર્ચસ્વ વધારવા અને વધુ નાણાં કમામવા નિતનવા ગતકડાં અપનાવી પોતાની મૂડીમાં સતત વધારો કરવામાં મહારત હાશીલ કરી લીધી હતી. એક બાદ એક પોતાની કટુ બુદ્ધિના બળે અન્યના જમીન દુકાનના થતા સોદા રદ કરાવી સસ્તા ભાવે ખરીદ કરી ઊંચા ભાવે વેંચાણ કરીને મનોમન ખુશી અનુભવી રહ્યા હતા. દરમ્યાન તદ્દન નજીકના સબંધી સાથે પણ એક દુકાનના સોદામાં તેમણે પોતાની ચતુરાઈનો ઉપીયોગ કરી નાણાંને પ્રાધાન્ય આપ્યું હતું. તેમાં પણ નફો મળતા હરખાઈ ગયેલા શેઠને કાને ખરોઇ નજીકના એક ફાર્મ હાઉસના સસ્તા ભાવે થઈ રહેલા સોદાની વાત પડતા તેમણે આ સ્થળે પણ પોતાના પાસા નાખ્યા હતા અને સોદો કેન્સલ કરાવી દીધો હતો. એટલું જ નહિ મોડેસ ઓપરેન્ડી મુજબ એજ સ્થળનો સોદો નીચા ભાવે કરવા પોતે મેદાનમાં આવી ગયા હતા. પરંતુ સારી કિંમતનું ફાર્મ હાઉસ નીચા ભાવે ખરીદવાના ચક્કરમાં સામેની પાર્ટી સામે ચિત્ર સ્પષ્ટ થઈ જતા ફાર્મ હાઉસની જગ્યાએ ફાર્મ હાઉસમાં માર ખાવો પડ્યો હતો.

આ માટે ખરોઇ નજીકના એક સમાજના યુવાનીયાઓ સોદાના બહાને લઈ જઈ બરોબરની ખતીરદારી કરી હતી. જેના થોડા દિવસ બાદ લાગડતી ચાલે બજારમાં નીકળતા લોકોએ તેમના ખબર પૂછતા તેમણે ચિકનગુનિયા થયાનું બહાનું જણાવ્યું હતુ. ઉપરાંત એ સ્થળનો સોદો પણ મૂળ કિંમત કરતા વધુ ભાવ સાથે કરવો પડ્યો હોવાનું સામે આવતા નગરમાં ચર્ચા જામી પડી છે. જો કે આ બનાવ અંગે પોલીસ ચોપડો કોરો જ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...