તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અવ્યવસ્થા:વેક્સિન લેવા લોકોની લાંબી કતારો લાગી

ગાંધીધામ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીજા ડોઝ માટે સિનિયર સિટીઝન માટે અલગ વ્યવસ્થાનો અભાવ
  • આખા તાલુકામાં માત્ર હજાર જેટલાજ ડોઝ આવતા હોવાને લઇને સપ્લાય ઓછો પડતો હોવાની પણ બૂમરાડ

એક તરફ સરકાર સહુને વૅક્સિન લેવા માટે અપીલ કરી રહી છે તો બીજી તરફ તેનો સપ્લાય જ ના હોવાથી લોકોને રસી માટે ધક્કા ખાવા પડી રહ્યા છે. આદિપુર સહિતના કેન્દ્રોમાં પણ વૅક્સિન લેવા માટે લાંબી કતારો જોવા મળી હતી. પરંતુ પુરતા ડોઝ ના હોવાથી લોકોને પરત જવા પડતા રોષની લાગણી પણ પ્રવર્તી હતી.

આદિપુરના આરોગ્ય કેંદ્રમાં રોજ 200 થી 300 લોકોની લાંબી કતાર લગાવીને ગરમીના માહોલમાં પણ વેક્સિનની રાહ જોઇ રહેલા જોવા મળે છે. ઉભા રહેતા લોકોએ વેક્સિનનો પુરતા ડોઝ ના હોવાથી પરત જવું પડે છે, પાણીની વ્યવસ્થા નથી અને સીનીયર સિટીઝન્સને બીજો ડોઝ લેવા માટે પણ અલાયદી વ્યવસ્થા ના હોવા સહિતના પ્રશ્નો આગળ ધર્યા હતા. આ અંગે ચુંટાયેલા પ્રતિનીધીઓ આગળ આવીને લોકોને મદદરૂપ થાય તેવો સુર પણ ઉઠવા પામ્યો હતો.

તો બીજી તરફ ગાંધીધામના તમામ સેન્ટરોમાં રસીનો ડોઝ ઓછા અપાતા સપ્લાય માં ફરી કાપ મુકાયો હોવાનું પ્રતીત થઈ રહ્યું છે. સુત્રોનાં દાવા અનુસાર માત્ર એક હજાર જેટલી વેક્સિનજ આખા તાલુકા માટે દૈનિક ધોરણે અપાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, રસીનો જથ્થો ઓછો આવતો હોવાને લઇને બે દિવસ 10થી વધુ કેન્દ્રો પર વેક્સિન આપવાની કામગીરી બંધ કરવાની નોબત પણ આવી હતી.

અન્ય સમાચારો પણ છે...