હેરાન-પરેશાન:પ્લોટ ધારકો સાથે ઓરમાયું વર્તન રાખી ટ્રાન્સફર અટકાવવી ગેરબંધારણિય

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દીનદયાળ પોર્ટ ટ્રસ્ટની પ્લોટધારકો વિરોધી, સરમુખત્યાર, જો-હુકમી ભરી, ગેરબંધારણીય નીતી અને ઈસ્ટ ઇન્ડિયા કંપની જેવી માનસિકતા, ઓરમાયું વર્તન રાખી ગાંધીધામ-આદિપુરના પ્લોટ ધારકોની શોષણ મુક્તિ માટે તેમજ તબદિલી પરવાનગી ગેરબંધારણીય રોક સત્વરે ઉઠાવી લેવા કોંગ્રેસના નગરસેવક દ્વારા ડીપીટીના ચેરમેનને પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે.

નગરપાલિકાના વિપક્ષના નેતા સમીપ જોષીએ ડીપીટી ચેરમેનને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, એસઆરસી આદિપુર મારફતે સબ-લીઝ હોલ્ડથી એલોટ થયેલા પ્લોટસ તેવા પ્લોટ ધારકોના ખુલ્લા પ્લોટસ તેમજ દિનદયાલ પોર્ટ ટ્રસ્ટના સેક્ટર વિસ્તારમાં જે પ્લોટ પર જીડીએની પુર્વ મંજુરી મેળવ્યા બાદ બાંધકામ કર્યું હોય તેમ છતાં રજાચીઠ્ઠીનો દુરાગ્રહ રાખી દિનદયાલ પોર્ટ ટ્રસ્ટ, પ્રશાસન દ્વારા ગાંધીધામ-આદિપુરની મિલકતોનું તબદિલી પરવાનગી ગેરબંધારણીય રોક લગાવીને ગાંધીધામ-આદિપુર જોડીયા શહેરનો અને શહેરીજનોની આર્થિક, માનસિક સ્થિતિ પર વજ્રાઘાત કર્યો છે. તેમજ એમનાં બંધારણીય અને માનવ હક્કો પર તરાપ મારી છે.ભારતીય નાગરિક પોતાની મિલક્તની બંધારણીય અધિકારની રૂએ ખરીદ વેચાણ કરી શકે છે. પરંતુ, ગાંધીધામ-આદિપુરની મિલક્તોનું તબદિલી પરવાનગી આપવાની પ્રશાસનીક, વહીવટી જવાબદારી ડીપીટીના શીરે છે. જોકે તબદિલી પરવાનગી અટકાવાઇ છે તે ન્યાયોચિત નથી, ગેરબંધારણીય છે.

સ્માર્ટ સિટી સહિતના પ્રશ્નો કોંગ્રેસે ઉઠાવ્યા
શિપિંગ મંત્રીના આગમન ટાણે જ શહેર કોંગ્રેસ પ્રમુખ સંજય ગાંધીએ જણાવ્યું છે કે, પોર્ટને ખાનગીકરણ કરવાની હિલચાલ કરાઇ રહી છે ત્યારે પોર્ટનું સ્થાન નંબર વન કરવાનો શું મતલબ શું ? કંડલા થી તુણા ટેકરા વચ્ચે કેટલાક પ્રોજેક્ટની પ્રક્રિયા હાથ ધરવામાં આવ્યા બાદ અભેરાઇ પર ચડાવી દેવાઇ છે, પ્લોટ ટ્રાન્સફરનો પ્રશ્ન વણઉકેલ્યો છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટને પણ અભેરાઇએ ચડાવી દેવાયો છે. જ્યારે પોર્ટ પાસે એકરો જમીન ફાજઇ પડી છે તેનો ઉપયોગ વિકાસકામોમાં કરાતો નથી.

અન્ય સમાચારો પણ છે...