પાલિકાની ઝાટકણી:રોજનું કમાઇને ખાનારા લારી -ગલ્લા ધારકોને ન્યાય આપવા ધા નખાઇ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શેરી ફેરીયા, રેંકડી ધારકોની બેઠક યોજાઇ
  • શેરી ફેરીયા અધિનિયમ 2014ના ઉલ્લંઘન બદલ પાલિકાની ઝાટકણી

ગાંધીધામ મધ્યે ડીપીટી ગ્રાઉન્ડમાં શેરી ફેરિયા તેમજ લારી ગલ્લાવાળાઓની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છેલ્લા ઘણા સમયથી ગાંધીધામના ટાગોર રોડ તેમજ એરપોર્ટ રોડ પરના લારી-ગલ્લાવાળાઓને નગરપાલિકા દ્વારા હટાવવાની ઝુંબેશ આદરાઈ છે. અંદાજિત 130 જેટલાં રોજનું કમાઈ ખાનારા આ ધંધાધારીઓને હેરાન કરી રોજગાર છીનવાઈ રહ્યો છે. ત્યારે આ અંગે મજબૂત રીતે આ લોકોને ન્યાય મળી રહે અને એમને હેરાનગતિના થાય માટે ચર્ચા વિચારણા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમસ્યાનો કાયમી ઉકેલ ન આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી પણ અપાઇ હતી.

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નરેશ મહેશ્વરી અને હિતેશ મહેશ્વરી સાથે ભુજ શહેર શેરી ફેરિયા સંગઠન સંયોજક અને નેશનલ હોકર ફેડરેશન ગુજરાત જોઈન્ટ જનરલ સેક્રેટરી મોહમ્મદ લાખા દ્વારા શેરી ફેરિયા અધિનિયમ 2014 ની વિસ્તૃત માહિતી આપી આગામી સમયમાં સંપૂર્ણપણે અમલીકરણ થાય એ માટેનું આયોજન ઘડાયું હતું. પોલીસ દ્વારા આ લોકો પર એનસી કેસ કરવામાં આવે છે એ માટે સર્વે શેરી ફેરિયા અને લારી ગાલાવાળાઓ સાથે પૂર્વ પોલીસ અધિક્ષકને રજુઆત કરવામાં આવી હતી. નગરપાલિકા નૂલ્મ શાખાના પ્રોગ્રામ ઓફિસર સાથે પણ ટાઉન વેન્ડિગ કમિટીને લઇને ચર્ચા કરવામાં આવી હતી.

જેમાં અનેક ખામીઓ જોવા મળતાં જિલ્લા કલેકટરને આ બાબતે ફરિયાદ કરવા નક્કી કરાયું હતું. આ શેરી ફેરિયા લારી -ગલ્લાવાળાઓની સમસ્યા કાયમ માટે ઉકેલવામાં આવે અને એમને રોજગારી મળી રહે એવી રજુઆત કરવામાં આવશે અને જો તંત્ર દ્વારા આ બાબતને ગંભીર લઇને ઉકેલવામાં નહિ આવે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં વિશાલ પંડ્યા, રાજેશ મારું, પંકજ નોરિયા, રમેશ થારુ, રમેશ મારું, ભરત દાફડા, ભરત મહેશ્વરી, વસીમ સોઢા, વિશાલ મારું અને સાથે ત્યાં ના લારી ગલ્લાવાળોઓ મા સુરેશભાઈ રાઠોડ, જીતુ લાલવાની, સંજય વર્મા, પી. બાલમુર્ગન, વિશાલ જીલવાની, પ્રેમ મતિયા વગેરે જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...