તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:અવાસ્તવિક વિચારોમાં રહેવા જેવા લક્ષણો પર ધ્યાન આપવું જરૂરી

ગાંધીધામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તોલાણી કોલેજમાં સાયકોલોજીકલ ફર્સ્ટ એડ પર વેબીનાર

તોલાણી કોમર્સ કોલેજ આદિપુર દ્વારા સાયકોલોજીકલ ફસ્ટ એડ પર એક દિવસીય વેબિનાર યોજાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં છાત્રોએ ભાગ લીધો હતો. તબીબે વિવિધ વિષયો પર છણાવટ નાખીને અવાસ્તવીક વિચારોમાં મન રહેતું હોય, આપઘાત જેવા વિચાર આવતા હોય કે વિજાતીય આકર્ષણ હાવી થતું હોય, તેવી સ્થિતીમાં લક્ષણો પર ધ્યાન આપીને તેને યોગ્ય રીતે હેંડલ કરવામાં આવે તે જરૂરી હોવાનું તબીબે જણાવ્યું હતું. તોલાણી કોમર્સ કોલેજ આદિપુર ખાતે પર ‘સાયકોલોજીકલ ફસ્ટ – એડ’ પર એક દિવસીય વેબિનાર આચાર્ય ડો. મનીષ પંડ્યાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.

જેમાં રીસોર્સે પર્સન તરીકે લેઉવા પટેલ હોસ્પીટલના સાયકોલોજીસ્ટ ડો. ગૌરાંગ જોષી ઉપસ્થિત રહ્યા હતા. વક્તાએ શરૂઆતે ઉજળી કારકિર્દી તથા ફીટ ઇન્ડિયાની સામાન્ય માહિતી આપી હતી. ડો. જોષી દ્વારા જણાવવામાં આવ્યું કે સામાન્ય રીતે આજે દરેક માં બાપ ને એક ઈચ્છા હોય છે કે પોતાનું બાળક સંપૂર્ણ રીતે સ્વસ્થ હોય તથા જીવનના દરેક તબક્કામાં યોગ્ય વર્તન દ્વારા તથા અભ્યાસમાં આગળ વધે, પરંતુ ધણી વખત આવેગ, નકારાત્મક જીવન શૈલી, લાગણીઓ પર કાબુ ના રહેવો, સ્વભાવગત તકલીફો જેવા કારણોથી સર્વાંગી વિકાસ થતો નથી. જેના પર કેમ કાબુ મેળવવો તે માટેના સલાહ સુચન અને ડેમોસ્ટ્રેશન પણ તેમણે આપ્યા હતા. કોલેજ દ્વારા ડો. જોષીનું સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો