તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:કચ્છના 840 કેસ પેન્ડિંગનો મુદ્દો છેડાયો, ‘વિવાદ સે વિશ્વાસ’ યોજના અંગે ITની ચેમ્બર ખાતે બેઠક મળી

ગાંધીધામ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એમસીએની વેબસાઈટ વારંવાર ખોરવાઈ જવાના કારણે કરદાતાઓને અનુપાલન ખર્ચ ભોગવવો પડે છેઃ ચેમ્બર પ્રમુખ

ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે આવકવેરા ખાતા દ્વારા જુના પડતર કેસોના ઝડપી નિરાકરણ માટે જાહેર કરવામાં આવેલી ‘વિવાદ સે વિશ્વાસ’ યોજના અંગે સંયુક્ત બેઠક યોજાઈ હતી. જેમાં ગાંધીધામ ચેમ્બર પ્રમુખ અનિલકુમાર જૈનએ સૌને આવકારતા જણાવ્યું હતું કે મુળભુત રીતે કરવેરાએ રાષ્ટ્રના વિકાસ માટે લેવાતા હોય છે. મોટા ભાગે વેપાર, ઉધોગ, સેવાઓ, પગારદારવર્ગ અને કૃષિ એવા મુખ્ય ત્રણ સ્ત્રોતો દ્વારા લેવાય છે. આ વખતે કેંદ્રીય બજેટમાં સીધા કરવેરામાં કોઇ વધારો કરાયો નથી, તે બાબતને સરાહનીય ગણાવતા વિવાદોનું નિરાકરણ કરવા આગળ આવવા ધંધાર્થીઓને જણાવ્યું હતું. એડીશનલ કમિશનર વી.જે. બોરીચાએ યોજનાને લાભદાયી અને પારદર્શક ગણાવી હતી. શ્રેણીબદ્ધ લોકડાઉનના કારણે મોટા ભાગના ધંધાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શક્યા નથી તેમ જણાવીને નિશ્ચિત મર્યાદા સુધી વ્યાજ, પેનલ્ટી માફ થઈ શકે છે તેમ જણાવ્યું હતું. ચેમ્બર મંત્રી મહેશ તિર્થાણીએ કચ્છના 840 પેન્ડીંગ કેસો છે, તે આ યોજના હેઠળ કેટલા ઓછા કરવાનો લક્ષ્યાંક છે તે પુછતા કમિશનરે બંન્ને બાજુના અનિર્ણીત અવસ્થાવાળા કેસોના નિરાકરણની આશા હોવાનું જણાવ્યું હતું. બેઠકમાં સીએ એસોસીએશન, કારોબારી સમિતી સહિતના જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો