તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:ઇશાન હિંગોરાનીએ ટીટી ટુર્ના.માં યૂથ બોયઝનું ટાઇટલ જીત્યું

ગાંધીધામ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આગામી નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ પહેલાં વધુ એક વાર પોતાની કાબેલિયત સાબિત કરી
 • અંતિમ મુકાબલામાં અમદાવાદના ધૈર્યને પરાજિત કરીને ટાઈટલ અંકે કર્યું, આગામી રાષ્ટ્રીય સ્પર્ધા માટે આશા જન્માવી

આગામી સિનિયર નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2020 અગાઉ આત્મવિશ્વાસ કેળવી લેતાં કચ્છના ઇશાન હિંગોરાણીએ ગાંધીધામમાં ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં યૂથ બોયઝ અને યૂથ ગર્લ્સ ટાઇટલ જીતી લીધા હતા. આ ટુર્નામેન્ટ તેમના માટે નેશનલ્સ અગાઉની વોર્મ અપ પુરવાર થઈ હતી.

કચ્ચ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનના સહકારથી આયોજીત ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે આ ટુર્નામેન્ટમાં ફાઇનલમાં ઇશાનનો મુકાબલો અમદાવાદના ધૈર્ય પરમાર સામે થયો હતો. જેને સારી લીડ સાથે ટાઈટલને પોતાના હસ્તક કરી લીધું હતું.

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના પ્રમુખ વિપુલ મિત્રાએ આ ચેમ્પિયનશિપને સફળ ગણાવીને ખેલાડીઓને તેમના પ્રયાસ માટે બિરદાવ્યા હતા. વિજેતા ખેલાડીઓને ગાંધીધામના એરિયા રેલવે મેનેજર આદીષ પઠાણીય, નરેશ બુલચંદાની, મહેશ ગુપ્તા, તુલસી સુઝાન, વિમલ ગુજરાલ, ડી.કે.અગ્રવાલ સહિતનાના હસ્તે મેડલ, સર્ટિફિકેટ અને રોકડ પુરસ્કાર અપાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો