કચ્છના ખેલાડીની પસંદગી:ઇશાનનો યુટીટી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં મેઇન ડ્રોમાં સમાવેશ

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હરિયાણામાં યોજાનારી સ્પર્ધામાં કચ્છના ખેલાડીની પસંદગી
  • બે વિજય અને એક પરાજય સાથે મેઇન ડ્રોમાં પ્રવેશ મેળવવા ભાગ્યશાળી બન્યો

હરિયાણાના પંચકુલા ખાતે 18થી 22મી ઓક્ટોબર દરમિયાન યોજાનારી યુટીટી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2021 (નોર્થ ઝોન)માં કચ્છના ઇશાન હિંગોરાણી નો મેઈન ડ્રોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કચ્છનો ઇશાન હિંગોરાણી ક્વોલિફાઈંગ ગ્રૂપમાં અવઢવની સ્થિતિમાં હતો કેમ કે તેલંગાણાના સ્વાર્નેન્દુ ચૌધરી તથા આરએસપીબીના પંકજ કુમાર સાથે ટાઈ બાદ તે બે વિજય અને એક પરાજય સાથે રમતો હતો પરંતુ આ પરિણામ તેને મેઇન ડ્રોમાં પ્રવેશ અપાવવા માટે પૂરતા હતા.

આ નેશનલ ચેમ્પિયનશિપમાં ઇશાન હિંગોરાણી સહિત 11 ખેલાડીનો મેન ડ્રોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જીએસટીટીએના પ્રમુખ વિપુલ મિત્રાએ જણાવ્યું હતું કે, ગુજરાતના 11 ખેલાડીને ટુર્નામેન્ટના મેઇન ડ્રોમાં સામેલ કરવામાં આવ્યા છે. આ બાબત આપણા ખેલાડીઓમાં રહેલી પ્રતિભા પુરવાર કરે છે અને ખેલાડીઓને સજ્જ કરવાના જીએસટીટીએના પ્રયાસોને સાર્થક કરે છે. તમામને શુભેચ્છા પાઠવી આ ખેલાડીઓ આગામી ટુર્નામેન્ટમાં અન્ય યુવાનોને પણ પ્રેરિત કરશે તેવી ખાતરી ઉચ્ચારી હતી.

સુરતની ક્રિત્વિકા રોય સિંહા મેઇન ડ્રોમાં વિમેન્સ કેટેગરીમાં અગ્રેસર રહેશે. આ કેટેગરીમાં રાજ્યની મોખરાના ક્રમની ફ્રેનાઝ છિપીયા પણ રમશે. તેણે બંગાળ-એ ટીમની આકાંક્ષા દાસ, કેરળની અંકિતા કે. અને તામિઝાગા ટીટી એસોસિયેશનની ફ્લોરા સહાયરાજને હરાવી હતી. અમદાવાદનો ધૈર્ય પરમાર, ચિત્રાક્ષ ભટ્ટ, અક્ષિત સાવલા અને રિયાન દત્તાએ પણ મેઇન ડ્રોમાં પ્રવેશ કરી લીધો હતો. અન્ય ખેલાડીઓ પણ આ કેટેગરીમાં પ્રવેશી ચુક્યા છે.

અન્ય સમાચારો પણ છે...