રમત ગમત:મહારાષ્ટ્રના તન્મય સામે કચ્છના ઇશાન હિંગોરાણીનો પરાજય થયો

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુટીટી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2021 સ્પર્ધા

હરિયાણાના પંચકુલા ખાતે યોજાયેલી યુટીટી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2021 (નોર્થ ઝોન) માં બુધવારે ગુજરાતના ક્રિત્વિકાસિંહા રોય, હરમિત દેસાઈ અને માનવ ઠક્કરે શાનદાર દેખાવ કરીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે કચ્છના ખેલાડી ઇશાન હિંગોરાણીનો મહારાષ્ટ્રના ખેલાડી સામે પરાજય થયો હતો. વિમેન્સ સિંગલ્સમાં ક્રિત્વિકાએ ટીટીએફઆઈની સેલાના દિપ્તીને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જ્યાં તે પ્રતિભાશાળી જુનિયર ખેલાડી એએઆઈની સ્વસ્તિકા ઘોષ સામે રમશે. દરમિયાન મેન્સ કેટેગરીમાં હરમિત દેસાઈએ તેનું પ્રભાવશાળી ફોર્મ જાળવી રાખીને ઉત્તર પ્રદેશના અભિષેક યાદવને હરાવ્યો હતો.

વિશ્વ ક્રમાંકમાં ભારતના ત્રીજા સર્વશ્રેષ્ઠ ખેલાડી હરમિતનો મુકાબલો પીએસપીબીના સાનિલ શેટ્ટી સામે થશે. હાલમાં પીએસપીબીનું પ્રતિનિધિત્વ કરી રહેલા માનવ ઠક્કરે પણ મજબૂત દેખાવ કરીને દિલ્હીના શુભ ગોયેલને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં ટીટીએફઆઈના સાર્થક શેઠ સામે મુકાબલો નિશ્ચિત કર્યો હતો.

જોકે ગુજરાતના માનુષ શાહને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં તેનો મુકાબલો હરિયાણાના ઓલિમ્પિયન સૌમ્યજિત ઘોષ સામે હતો જ્યાં તેનો પરાજય થયો હતો. દરમિયાન ગુજરાતની મોખરાની ખેલાડી ફ્રેનાઝ છિપીયા આરએસપીબીની શ્રુતિ અમૃતે સામે હારી ગઈ હતી. ઇશાન હિંગોરાણી મહારાષ્ટ્રના તન્મય રાણે સામે હારી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...